રાજકોટમાં માર્ગ અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો થયો પ્રયાસ
Trending Photos
રક્ષીત પંડ્યા/રાજકોટ: શહેરના કુવાડવા જીઆઇડીસી વિસ્તારમાં વૃદ્ધની બાઇકને ઠોકરે ચડાવીને જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એક વર્ષ પહેલા થયેલી માથાકુટનો ખાર રાખીને અકસ્માત સર્જીને જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સો અને શા માટે કર્યો હત્યાનો પ્રયાસ.
રાજકોટ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાગર મનુ ડવ, મિલન ધનશ્યામ લુણાગરીયા, કિશન રામ બોરીચા અને અક્ષય રામ હુંબલ. આ શખ્સો પર આરોપ છે કુવાડવા જીઆઇડીસીમાં બેટી ગામનાં વૃદ્ધ જીવાભાઇ સિધાભાઇ સુધરા પર જીવલેણ હુમલો કરવાનો. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો. ગત 7 જૂનનાં રોજ રાજકોટનાં કુવાડવા આઇડીસીમાંથી રામપરા બેટીગામે રહેતાજીવાભાઈ સુધરા નામના વૃદ્ધ દુધ આપી પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે કારમાં આવેલા શખ્સોએ વૃદ્ધનાં બાઇકને ઠોકરે ચડાવી હતી અને ત્યારબાદ તિક્ષણ હથિયારો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત વૃદ્ધને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો. કુવાડવા પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
શું હતું હુમલાનું કારણ?
પોલીસનાં કહેવા મુજબ, ફરીયાદી જીવાભાઇ સુધરાને એક વર્ષ પહેલા આરોપી સાગર ડવ સાથે માથાકુટ થઇ હતી. જેની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસ ફરીયાદનો ખાર રાખીને આરોપીઓએ વૃદ્ધ પર કાર ચડાવી અને ત્યારબાદ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી છે. હાલ તો પોલીસે હત્યાની કૌશિષનો ગુનામાં ચારેય શખ્સોને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. જોકે હુમલા પાછળ જૂની અદાવત જ કારણભુત છે કે અન્ય કોઇ કારણ તે દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે