ઓટોમોબાઇલ સેક્ટર સાથે સંકળાયેલા લધુ અને મધ્યમ ઉદ્યોગોને થઇ મંદીની અસર

ઓટોમોબાઇલ સેક્ટરની મંદી તેની સાથે સંકળાયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર અજગર ભરડો ભરી રહી છે જેની અસર સ્પેર પાર્ટસ બનવતા ઉદ્યોગો પર પડી રહી છે આજે સ્થિતિ એ છે કે ઓટોમોબાઇલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગોને બેંક લોન પણ મળતી નથી.

ઓટોમોબાઇલ સેક્ટર સાથે સંકળાયેલા લધુ અને મધ્યમ ઉદ્યોગોને થઇ મંદીની અસર

ગૌરવ પટેલ/અમદાવાદ: ઓટોમોબાઇલ સેક્ટરની મંદી તેની સાથે સંકળાયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર અજગર ભરડો ભરી રહી છે જેની અસર સ્પેર પાર્ટસ બનવતા ઉદ્યોગો પર પડી રહી છે આજે સ્થિતિ એ છે કે ઓટોમોબાઇલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગોને બેંક લોન પણ મળતી નથી.

ફેબ્રુઆરીથી ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી મંદીથી ઓગસ્ટમાં રાહત મળી નથી. ગયા મહિને બધી મોટી કાર કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો છે. વાહનોમાં વેચાણ ઘટતાં તેના સાથે સંકળાયેલા સ્પેરપાર્ટસ ઉદ્યોગોને ભારે અસર જોવા મળી છે તેઓને ઓટોમોબાઇલ કંપનીઓ તરફથી સ્પેરપાર્ટસના યોગ્ય ઓર્ડર મળી રહ્યા નથી, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પણ જોખમમાં મૂકાઈ છે. આ ઉદ્યોગ પર ફરી વળેલી મંદીને ખાળવા જ્યારે ઉદ્યોગકારાએ બેંક તરફ નજર કરી લોન માટે પ્રપોઝલ મકી તો ત્યાંથી પણ ઉદ્યોગકારોને નિરાશા સાંપડી હતી.

auto-mandi.jpg

દિક્ષિત શાહના કેહવા પ્રમાણે ઓટોમોબાઇલ કંપની બેઝ બીઝનેશ થઇ ગયો છે જે 100 ટકા એડવાન્સ અને કેશ પેમેન્ટ પર કામ કરે છે. જ્યારે ડીલરે 30 થી 60 દિવસી ઉધારીમાં વ્યવસાય કરવાનો હોય છે આવા સમયે જો બેંક મદદ કરે તો જ ટકી શકાય મોટી અને હાઇક્લાસની ફેક્ટરી બંધ થતાં તેની સાથે સંકળાયેલા નાના ઉદ્યોગોની હાલત આવાનારા દિવસોમાં વધારે  ખરાબ થશે આવા સમયે જો બેંક લોન આપેતો વેપારી જીવન ચલાવી શકે તેટલી સહાય થાય એમ છે તેમણે એવી પણ માંગ કરી કે બેંકે ઉદ્યોગના ટર્નઓવર પ્રમાણે લોન આપવી જોઇએ.

તમામ મોટી કાર કે બાઇકના  બેરિંગ, ક્રેન શાફ્ટ, કનેક્ટિંગ રિંગ, લાઇનર પિસ્ટન સહિતના નાના મોટા અનેક પાર્ટ બને છે. બધા ઉત્પાદકોને પાછલા 2-3 મહિનાથી મળી રહેલા ઓર્ડરની સંખ્યા સાવ ઘટી ગઈ છે.પાર્ટસ ગુજરાતના રાજકોટમાં બને છે અને તે સપ્લાય કરવામાં આવે છે. ઓટોમોબાઇલ પાર્ટનું ઉત્પાદન ઘટવાને લીધે કાસ્ટિંગ અને ફાઉન્ડ્રીના માલિકોનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news