ભરૂચ દુર્ઘટનાની તપાસ નિવૃત જજ મહેતા તપાસ પંચને સોંપવામાં આવી: પ્રદિપસિંહ જાડેજા
ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મેં મુલાકાત લીધી. આ દરમિયાન અકસ્માત કેવી રીતે થયો તેની મારી સમક્ષ રજુઆત કરી હતી. વિપુલ મિત્રા અને બેનીવાલની કમિટી સ્થળ પર મોકલ્યો છે. અહેવાલ મંગાવ્યો છે ટુંક સમયમાં મળી જશે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણને લઇ ગૃહ વિભાગની ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહમંત્રી રાજ્યમંત્રી, મુખ્ય સચિવ પંકજ કુમાર, જીલ્લા પોલીસ વડા તથા તમામ પોલીસ કમિશ્નર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ બેઠકમાં કોરોના સંક્રમણથી મૃત્યું પામેલા પોલીસકર્મીઓને અંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં હાલની કોરોનાની પરિસ્થિતિમાં કરર્ફ્યુંને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 'મારું ગુજરાત કોરોના મુકત ગુજરાત' બને એ માટે વિવિધ વિભાગો કામે લગાડયા છે. તેજ પ્રકારે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે.
ગુજરાતના લોકો સંક્રમિત ન થાય તે માટે માસ્ક પહેરે, માસ્ક માટે હાઇકોર્ટના આદેશ મુજબ દંડ વસુલવાની અને પોલીસ દ્વારા કરર્ફ્યુંનું પાલન કરાવવાની વાત કહી હતી. રેમડીસીવર નકલી વેચતા મોતના સોદાગર સામે માનવ વધનો ગુનો નોંધાયો છે. 7 લાખ વિનામૂલ્યે રેમડીસીવર આપી શકાય તેવો પોલીસ બંદોબસ્ત પુરો પાડ્યો છે.
હોસ્પિટલમાં દર્દીઓના ધસારાને કારણે મુશ્કેલી ન સર્જાય તેવી વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસ કમિશનર અને જિલ્લા થી ડીજીપી સુધી મારુ ગુજરાત કોરોના મુક્ત બને તે કામગીરી કરી રહ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવાનું કામ કરતું હોય તો ગુજરાત પોલીસ કરી રહી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકે એટલા માટે જે જરૂરી છે તે કાર્યવાહી કરશે.
કોરોના દર્દીઓની માત આપનારની સંખ્યા વધે એ દિશામાં સરકાર કામગીરી કરી રહી છે, હોસ્પિટલની આવશ્યક્તા પ્રમાણે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભરૂચમાં લાગેલી આગની ઘટનામાં દુખદ અવસાન થયા છે જેના પ્રત્યે પ્રધાનમંત્રીએ ઉડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મેં મુલાકાત લીધી. આ દરમિયાન અકસ્માત કેવી રીતે થયો તેની મારી સમક્ષ રજુઆત કરી હતી. વિપુલ મિત્રા અને બેનીવાલની કમિટી સ્થળ પર મોકલ્યો છે. અહેવાલ મંગાવ્યો છે ટુંક સમયમાં મળી જશે.
કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ નક્કી કરીને ઘટના કેવી રીતે બની, ઘટના બનવા પાછળની કયા કારણો હતા. ઘટના કેવી રીતે અટકાવી શકાય. ભરૂચની ઘટના નિવૃત્ત જજ ડીએ મહેતા તપાસ પંચને જવાબદારી સોંપી છે.
ભરૂચની અંદર પટેલ સોસાયટી હોસ્પિટલની અંદર આગ લાગી ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડના લોકો પહોંચી ગયા 32 લોકોને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ અને ફાયર બ્રિગેડની કરેલી ઉત્તમ કામગીરીને ઉત્તમ કામગીરીની પ્રશંસા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ કોરોના વોરિયર્સ તરીકે ઉત્તમ પ્રકારની કામગીરી કરી હોવાના કારણે ઈનામ આપવાનો નિર્ણય લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે