JEE Main: ફિઝિક્સમાં 100 માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ભાવનગરના આયુષે પ્રાપ્ત કર્યો ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક

આયુષે દેશમાં અલગ-અલગ IITsમાં એડમિશન માટે લેવામાં આવતી ખૂબ જ મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ (JEE Main) ની પરીક્ષા માં ફિઝિક્સ વિષયમાં 100 માથી 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. 

JEE Main: ફિઝિક્સમાં 100 માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ભાવનગરના આયુષે પ્રાપ્ત કર્યો ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક

નવનીત દલવાડી,  ભાવનગર: ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે JEE મેઈનની એક્ઝામમાં ફિઝિક્સ વિષયમાં 100 માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી ભાવનગર (Bhavnagar) અને ગુજરાત (Gujarat) નું ગૌરવ વધાર્યું છે, આયુષે દેશમાં અલગ-અલગ IITsમાં એડમિશન માટે લેવામાં આવતી ખૂબ જ મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ (JEE Main) ની પરીક્ષા માં ફિઝિક્સ વિષયમાં 100 માથી 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. તેની આ સિદ્ધિ બદલ શાળા ના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ તેનું મોઢું મીઠું કરાવ્યું હતું.

અગાઉ ભાવનગર (Bhavnagar) ના અનેક યુવાનોએ અલગ અલગ ક્ષેત્રે ઝળકી રાજ્ય અને દેશનું ગૌરવ વધારી ચૂક્યા છે ત્યારે વધુ એક યશ કલગી અપાવી છે. આયુષ ભૂતના નામના વિદ્યાર્થીએ, એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ (JEE Main) ની પરીક્ષામાં ભાવનગર (Bhavnagar) ના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી વિદ્યાધિશ સ્કૂલમાં અભ્યાસ કરતા આયુષ ભૂતે ફિઝિક્સ વિષયમાં રાષ્ટ્રીય લેવલે સિદ્ધિ હાંસલ કરી છે. JEE Main ની ત્રીજા ફેઝનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં ફિઝિક્સ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી આયુષ એ દેશમાં પ્રથમ રેન્ક (First Rank) પ્રાપ્ત કર્યો છે.
 
Sawan: શિવાલય હર હર મહાદેવના નાદની તૈયારી શરૂ, દર્શન માટે કોરોનાના નિયમોનું કરશે પડશે પાલન

આયુશે જણાવ્યું હતું કે 11 સાયન્સમાં પ્રવેશ સમયે સારું પરિણામ મળે એવી આશા રાખતો હતો, પરંતુ દેશ લેવલે ફિઝિક્સ વિષયમાં ફર્સ્ટ રેન્ક મેળવીશ એવું તો મે વિચાર્યુ પણ નોહ્તું, તેણે આ માટે માતાપિતા અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આયુષના પિતા અને સ્કૂલના પ્રિન્સીપાલ એ પણ આયુષને ફર્સ્ટ રેન્ક મળવા માટે ખુશી વ્યક્ત કરી હતી. આયુષ હવે JEE એડવાન્સ સફળતા મેળવી એરોનોટિકલ એન્જિનિયર બની દેશ સેવા કરવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news