ભાવનગરમાં પત્નીએ પતિને ખાટલા સાથે બાંધી દઈ જીવતો સળગાવી માર્યો; સમગ્ર પંથકમાં લોકમુખે એવી ચર્ચાઓ ચાલી કે...

આ ઘટનામાં ભોગ બનનાર મૃતક પુરુષનું નામ સવજીભાઈ જીવાભાઇ બારૈયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ઘટનાની જાણ થતા તળાજા પોલીસનો કાફલો સરતાનપર બંદર ગામે પહોંચ્યો હતો. જ્યાં મૃતદેહને તળાજા પીએમ અર્થે લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં પત્નીએ પતિને ખાટલા સાથે બાંધી દઈ જીવતો સળગાવી માર્યો; સમગ્ર પંથકમાં લોકમુખે એવી ચર્ચાઓ ચાલી કે...

નવનીત દલવાડી/ભાવનગર: આજકાલ મહિલાઓ પર જ શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ બની રહ્યા નથી, પુરુષો પણ હવે સુરક્ષિત નથી. ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે એક પુરુષનો એવો કિસ્સો નોંધાયો છે જેની સાંભળીને નવાઈ લાગશે. ઘર કંકાસમાં પત્નીના ક્રોધની પરાકાષ્ઠાએ હદ વટાવી દીધો હતો અને અડધીરાત્રે નિંદાધીન પતિને જીવતો સળગાવી મારતા ચકચાર મચી ગઇ છે.

મળતી જાણકારી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર ગામમાં એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાયો છે. જ્યારે આ ઘટનામાં પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી હતી. સરતાનપર બંદર ગામે ઘર કંકાસમાં પત્નીના ક્રોધની પરાકાષ્ઠાએ હદ વટાવતા પોતાના હાથે જ પતિને જીવતો સળગાવી દીધો હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. પતિને ખાટલા સાથે બાંધી જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

આ ઘટનામાં ભોગ બનનાર મૃતક પુરુષનું નામ સવજીભાઈ જીવાભાઇ બારૈયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ઘટનાની જાણ થતા તળાજા પોલીસનો કાફલો સરતાનપર બંદર ગામે પહોંચ્યો હતો. જ્યાં મૃતદેહને તળાજા પીએમ અર્થે લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી દંપતિ વચ્ચે કંકાસ ચાલી રહ્યો હતો. કંકાસના કારણે પત્ની ક્રોધે ભરાતા શુક્રવારે કરુણ અંજામ આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે પતિ સવજીભાઈ સુતા હતા. ત્યારે પત્ની મંજુબેને તેમને ખાટલા સાથે બાંધ્યા અને કેરોસિન છાંટીને જીવતા સળગાવી દીધા હતા. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તળાજા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અંગે લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં મધુબેન સવજીભાઈ બારૈયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે મહિલાની અટક કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news