બોપલમાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો CCTVમાં કેદ, ચેરમેને કહ્યું; માતા તાંત્રિકવિધિ કરતી હોવાનું ખુલ્યું!

અમદાવાદના બોપલમાં યુવતી અને પોલીસ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો મામલો વધુ વકર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પીડિતાના માતા અને ચેરમેન વચ્ચે પહેલાંથી જ માથાકૂટ ચાલતી હતી અને પીડિતાના માતા અને ચેરમેન વચ્ચે મારામારી થવાથી પીડિતાએ પોલીસને ફોન કર્યો હતો અને એ સમયે જ પોલીસ કોન્સ્ટેબલ રાજેશ ગઢવીએ ગેરવર્તન કર્યુ હતું.

બોપલમાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો CCTVમાં કેદ, ચેરમેને કહ્યું; માતા તાંત્રિકવિધિ કરતી હોવાનું ખુલ્યું!

ઉદય રંજન/અમદાવાદ: બોપલ સોસાયટીની બબાલ પોલીસ મથક સુધી પહોંચી છે. સોસાયટીમાં રહેતા પતિ પત્ની વચ્ચેનો ઝઘડો સીસીટીવીમાં કેદ થયો છે. તો સોસાયટીના ચેરમેન સાથે પણ મહિલા દ્વારા ઝઘડો કરવામાં આવતા સમગ્ર મામલે સામસામી ફરિયાદ નોંધાય છે. સમગ્ર કેસમાં પોલીસ દ્વારા પણ યુવતીને ફોનમાં બિભત્સ શબ્દો બોલવા મામલે ઓડિયો ક્લિપ પણ વાયરસ થતા બોપલ પોલીસે પોલીસકર્મી સામે ફરિયાદ નોંધી છે. 

અમદાવાદના બોપલમાં યુવતી અને પોલીસ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો મામલો વધુ વકર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પીડિતાના માતા અને ચેરમેન વચ્ચે પહેલાંથી જ માથાકૂટ ચાલતી હતી અને પીડિતાના માતા અને ચેરમેન વચ્ચે મારામારી થવાથી પીડિતાએ પોલીસને ફોન કર્યો હતો અને એ સમયે જ પોલીસ કોન્સ્ટેબલ રાજેશ ગઢવીએ ગેરવર્તન કર્યુ હતું. આ મામલે પીડિતાની ચેરમેન સામે ફરિયાદ પછી હવે ચેરમેન ઉત્કર્ષ પટેલે પીડિતા સામે ફરિયાદ કરી છે. જેમાં આક્ષેપ લગાવાયો કે પીડિતાના માતા પોતાના ઘર આંગણે તાંત્રિક વિધિ કરે છે. એટલું જ નહીં દીવો કરીને કાળા તલ ફેંકીને લોકોને ધમકી પણ આપે છે. તો પોલીસે તપાસ કરતા એ પણ સામે આવ્યું છે કે પીડિતાના માતા અને પિતા વચ્ચેના આંતરિક ઝગડાના લીધે જ ચેરમેન સાથે માથાકૂટ પછી મારામારી થઈ હતી. ત્યારે હાલ પોલીસે CCTV સહિતના પુરાવા એકત્ર કરીને આગળ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં ઝાંઝર એપાર્ટમેન્ટના ચેરમેન તેમજ પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ પોલીસ સુધી પહોંચી છે. બોપલ પોલીસમાં ઝાંઝર એપાર્ટમેન્ટના ચેરમેન ઉત્કર્ષ ભાઈ તેમજ દિવ્યા જાદવ અને તેના પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ અંગે બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં 27 ફેબ્રુઆરીના દિવસે ફરિયાદી દિવ્યા બેનના માતા ગીતાબેન તેમજ પિતા હરજીભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. તેને લઈને પાડોશમાં રહેતા શીતલબેન તથા તેના પતિ ઉત્કર્ષ ભાઈ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. જે બાબતનું મનદુઃખ રાખી દિવ્યાબેનના માતા ગીતાબેન અવારનવાર ઉત્કર્ષ ભાઈ સાથે ઝઘડો કરતા હતા. તેમજ તેમના ઘર બહાર તાંત્રિક વિધિ કરી તેમને હેરાન પરેશાન કરતા હતા. જે મામલે ઉત્કર્ષ ભાઈના પત્ની શીતલબેન દ્વારા ગીતાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

બીજી તરફ પતિ પત્ની ગીતાબેન તેમજ હરજીભાઈ વચ્ચે અનેક વખત ઝઘડા ઓ થતા હતા. જેમાં પતિને પત્ની ના ચારિત્ર અંગે શંકાને કારણે પતિ હરજીભાઈ એ એપાર્ટમેન્ટના ચેરમેન ઉત્કર્ષ ભાઈ પાસે સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી. હરજીભાઈ નાં પત્ની ગીતાબેન કોની સાથે બહાર જાય છે અથવા તો તેમના ગયા પછી ઘરે કોણ આવે છે તે અંગે સીસીટીવી માટે હરજીભાઈ એ ચેરમેન ઉત્કર્ષ ભાઈ પાસે ફૂટેજ માંગ્યા હતા પરંતુ ઉત્કર્ષાઈ એ તેમને સીસીટીવી આપ્યા ન હતા. 

આમ છતાં પણ પતિએ પત્નીને પોતાની પાસે સીસીટીવી હોવાનું જણાવી ઝઘડો કર્યો હતો. જેમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે બાદ પત્ની ગીતા બેને ચેરમેન ઉત્કર્ષ ભાઈ એ જ પતિને સીસીટીવી આપ્યાનું મનદુઃખ રાખી ઝઘડો કર્યો હતો. જે મામલે ગીતાબેનની દીકરી દિવ્યાએ પણ બોપલ પોલીસ મથકમાં ઉત્કર્શભાઈ વિરૂદ્ધ એટ્રોસિટી સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. 

જ્યારે પણ ઉત્કર્શભાઇ કે પછી પતિ પત્ની વચ્ચે ઝઘડાની ઘટના બની હતી ત્યારે પુત્રી દિવ્યાએ પોલીસને જાણ કરી હતી. અનેક વખત પોલીસ માં ફોન કરતાં પોલીસકર્મી ઉશ્કેરાઇને દિવ્યા બેનને ફોનમાં અપશબ્દો બોલ્યા હતા. જે ઓડિયો પણ વાઇરલ થતો છે. જોકે અમદાવાદ જિલ્લા પોલીસે અપશબ્દો બોલનાર રાજેશ દાન ગઢવી વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news