ભાજપમાં રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે મહિલા નેતૃત્વની મોટી ખોટ
તાજેતરમાં જ કેન્દ્રના બે મંત્રી સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે, મહિલા સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, જ્યારે મીનાક્ષી લેખીને સાઈડલાઇન કરી દેવાયાં છે.
Trending Photos
કિંજલ મિશ્રા/અમદાવાદ: ભારતમાં મહિલાની રાજનિતિની કુશળતા અને દબદબાઓ ઇતિહાસ સાક્ષી છે. લડાઇ મોગલ વિરૂઘ્ઘ હોય કે અંગ્રેજો વિરુધ્ધ કે દેશની અંદર સમાજ માટે કોઇ આંદોલન હોય મહિલાઓ હંમેશા સક્રિય ભૂમિકામા રહી છે જો કે કરમ થી કથની કહેવાય કે, પુરુષ પ્રધાન સમાજની રાજનિતિક મહત્વકાંક્ષાઓ પણ સમય સાથે દેશના રાજકારણ માંથી મહિલા નેતૃત્વનો ક્મશ ઘટાડો થઇ રહ્યો છે. જ્યાં કોંગ્રેસ માટે નેતૃત્વનો અર્થ જ નહેરુ ગાંધી પરિવાર છે ત્યાં ઇન્દીરા ગાંધી જેવા સશક્ત મહિલા નેતૃત્વ બાદ પણ હાલમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો જ ચહેરો લોકોને યાદ છે.
દેશની સૌથી લાર્જેસ્ટ પાર્ટીનુ બિરુદ મેળવનાર ભાજપમાં પણ મહિલા નેતૃત્વની આંગળીના વેઢે ગણી શકાય એટલી જ સંખ્યા રહી છે. 2019ની તૈયારી અત્યારથી દેશના તમામ રાજકીય પક્ષે શરૂ કરી દીધી છે. તેમા પણ ભાજપ દ્વારા 3 રાજ્યોની ચૂંટણીના વિપરીત પરિણામ બાદ વઘુ કમર કસવામા આવી છે. ત્યારે ત્રિમંદિર ખાતે યોજાનારા રાષ્ટ્રીય મહિલા અધિવેશનમા ભાજપ પણ મહિલા નેતૃત્વ શોઘવાનો એક પ્રયાસ કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામન 21 ડિસેમબરે ગુજરાત આવશે અને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ કરાવશે.
આ અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ભાજપના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેવાના છે. ભાજપ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે. વાસ્તવિક્તા એ છે કે, ભાજપમાં રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે હવે બહુ ઓછી મહિલા નેતાઓ બચ્યાં છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનું બિરુદ પામનાર આનંદીબેન પટેલની ગુજરાતના રાજકારણમાંથી વિદાય બાદ ગુજરાત ભાજપમાં અન્ય કોઈ શક્તિશાળી મહિલા નેતા નથી.
તાજેતરમાં જ કેન્દ્રના બે મંત્રી સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીએ આગામી લોકસભાની ચૂંટણીમાં નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી બાજુ અન્ય મહિલા સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તે સિવાય ભાજપના અન્ય શક્તિશાળી ગણાતા મહિલા મીનાક્ષી લેખીને પણ હાલ સાઈડલાઇન કરી દેવાયા છે. ભાજપમાં સ્મૃતિ ઈરાની અને નિર્મલા સીતારામન સિવાય અન્ય કોઈ મહિલા નેતા નથી.
રાષ્ટ્રીય સ્તરે મહિલાઓમાં એવો કોઇ ચહેરો હવે પાર્ટી પાસે નથી જે મહિલા મતદારોને આકર્ષી શકે. તે સિવાય ગુજરાતમાં પણ એક સમયે આનંદી બેન પટેલ, વસુબેન ત્રિવેદી, રમીલા બેન બારા, ભાવના બેન દવે જેવા ચહેરાઓ હતા. પણ હવે માત્ર વિભાવરી બેન દવેને બાદ કરતા ગુજરાત ભાજપમા મહિલા નેતૃત્વમાં શુન્યાવકાશ છે. ત્યારે પાર્ટીને કેન્દ્ર અને રાજ્ય બન્નેમાં મહિલા નેતૃત્વની ઘટનો સામનો કરવો પડી રહ્યો છે, પણ પાર્ટીની મહિલા નેતાઓ આ વાતને સ્વીકાતી નથી . કેન્દ્ર સાથે ગુજરાતની હાલત પણ ખૂબ જ ખરાબ છે આમ ભાજપ પાસે ગુજરાત કે રાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓમાં એવો કોઈ મોટો ચહેરો બચ્યો નથી કે જે ચૂંટણીઓમાં મતદારોને આકર્ષીત કરી શકે.
બીજી બાજુ તાજેતરમાં જ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યા બાદ દેશભરની મહિલાઓમાં પણ ભાજપ માટે નારાજગી જોવા મળી રહી છે. દેશમા વિકાસની સાથે મોંધવારી પણ વઘી રહી છે જેની સીઘી અસર ગૃહિણીઓને થતી હોય છે ત્યારે આ મહિલા મતદારોને રીઝવવાવનુ કામ મહિલા નેતૃત્વ સિવાય કોઇની સાથે કરવુ મુશ્કેલ છે.
રાજકીય નિષ્ણાતોનુ માનવું છે કે, જે પાર્ટીને 2019ની ચુટણીના લોકોના મત અને દિલ બંને જીતવા હશે તેણે મહિલા નેતૃત્વની ઉણપ દૂર કરવી પડશે. આ અંગે વાત કરતા રાજકીય વિશ્વેષક વિષ્ણુ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, પુરુષ પ્રધાન સમાજ અને દેશના મહિલાઓની રાજનિતિમાં ભાગીદારી હંમેશા ઓછી જ જોવા મળી છે. પુરુષની સરખામણીમા મહિલાઓ માટે સંઘર્ષ વઘી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે