રાજકોટ હીરાસર એરપોર્ટને લઈ મોટા સમાચાર, જાણો કઇ તારીખે કોના હસ્તે થશે લોકાર્પણ

ઉલ્લેખનીય છે કે હીરાસર એરપોર્ટ શરૂ થતાં જૂનું એરપોર્ટ બંધ થઈ શકે છે. બે દિવસ પહેલા જ હિરાસર એરપોર્ટ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યુ હતુ. જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિરાસર એરપોર્ટને પ્રગતિની નવી ઉડાન ગણાવી છે.

રાજકોટ હીરાસર એરપોર્ટને લઈ મોટા સમાચાર, જાણો કઇ તારીખે કોના હસ્તે થશે લોકાર્પણ

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જુલાઇએ હીરાસર એરપોર્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે. એરપોર્ટને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. રન-વે ટેસ્ટિંગ અને અંતિમ તબક્કાની મંજૂરીઓ લેવાની કાર્યવાહી ચાલુ થઇ ગઇ છે. 14 જૂને નાના એરક્રાફ્ટથી રનવેનું ટેસ્ટિંગ થશે.

ઉલ્લેખનીય છે કે હીરાસર એરપોર્ટ શરૂ થતાં જૂનું એરપોર્ટ બંધ થઈ શકે છે. બે દિવસ પહેલા જ હિરાસર એરપોર્ટ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યુ હતુ. જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિરાસર એરપોર્ટને પ્રગતિની નવી ઉડાન ગણાવી છે. હિરારસ એરપોર્ટનું ટર્મિનલ 23 હજાર ચોરસ મીટરમાં છે. 3040 મીટર લાંબા રન વે ધરાવતા આ એરપોર્ટનું નિર્માણકાર્ય 1405 કરોડના ખર્ચે થયું છે.

સુત્રો અનુસાર રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ આગામી 15 જુલાઈ થઇ શકે છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તો આનું લોકાર્પણ થઇ શકે છે. ખાસ વાત છે કે, હીરાસર એરપોર્ટ શરૂ થતા હાલનું ચાલુ જૂનું એરપોર્ટ બંધ થઇ જશે. નવા ગ્રિનફિલ્ડ એરપોર્ટ પર 14મી જૂને ટ્રાયલ રન પણ કરવામાં આવશે, આ દરમિયાન અહીં નાના એરક્રાફ્ટથી થશે ટ્રાયલ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news