મોરબીમાં બોગસ ટોલનાકા કેસમાં મોટો ખુલાસો! પાટીદાર નેતા જેરામ પટેલના દીકરાના કાળા હાથ

ગુજરાતમાં સૌથી મોટો ખુલાસો થયો છે. સરકારની નાક તળે એક આખું બોગસ ટોલનાકું ચાલતું હતું જેમાં પાટીદાર અગ્રણીના દીકરો સૂત્રધાર નીકળ્યો છે.  જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરશીભાઈ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. હવે સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે આ કાંડમાં કોની શરમ ભરી એ સૌથી મોટો ચર્ચાતો પ્રશ્ન છે. 

મોરબીમાં બોગસ ટોલનાકા કેસમાં મોટો ખુલાસો! પાટીદાર નેતા જેરામ પટેલના દીકરાના કાળા હાથ

ઝી બ્યુરો/ મોરબી:  ગુજરાત સરકારની આબરૂની ધૂળધાણી થાય એવો એક કેસ સામે આવ્યો છે. જે મામલે  તંત્રની ચૂપકીદી સામે સીધા સવાલો ઉભા થયા છે. આજે પોલીસ ફરિયાદ થઈ છે એમાં પણ પોલીસે નકટી બની ઉલ્લેખ કર્યો છે કે સોશિયલ મીડિયા મારફતે આ અંગે જાણ થઈ છે. હાઈવે ઓથોરિટી 2022થી પોલીસ પ્રોટેક્શન માગી રહી છે એ પોલીસ ભૂલી ગઈ લાગી છે. જ્યાં ફરિયાદમાં વેતા ના હોય ત્યાં પોલીસ આગળ કેવી તપાસ કરશે એ સૌથી મોટો સવાલ છે. મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા વઘાસીયા ગામે ટોલનાકાથી આગળના ભાગે કારખાનામાંથી રસ્તો પસાર કરીને ગેરકાયદેસર ટોલનાકુ બનાવવામાં આવ્યું હતું, તે અંગેના અહેવાલો પ્રસારિત થતાંની સાથે જ મોરબીના જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા આ અંગે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબી નકલી ટોલનાકા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ કેસમાં ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતાના પુત્રનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુજરાતનો સૌથી મોટો કાંડ, બોગસ ટોલનાકું બાહુબલીઓનું કારસ્તાન

  1. - ભૂપેન્દ્ર પટેલ સરકારે કોની ભરી શરમ, મોરબીના બાહુબલીઓના બોગસ ટોલનાકા સામે તંત્ર કેમ ચૂપ
  2. - મોટામાથાઓના નામ ખૂલ્યા, આજે પાંગળો બચાવ કરવા ઉતર્યું તંત્ર
  3. - કોંગ્રેસનો આરોપ કે એક -બે નહીં આવા 3 હતા બોગસ ટોલનાકા, સરકાર શું અત્યારસુધી ઉંઘમાં હતી.
  4. - 29 જુલાઈ 2022થી હાઈવે ઓથોરિટી કરતી રહી ફરિયાદ પણ એસપી અને કલેક્ટર કેમ રહ્યાં ચૂપ...
  5. - સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ પટેલના દીકરાનું કારસ્તાન
  6. - મોટી મોટી શીખામણ આપનાર પાટીદાર નેતાનો દીકરો મુખ્ય સૂત્રધાર 
  7. - સરકારે કેમ આંખ આડા કાન કર્યા, કલેક્ટર અને એસપીને કોની સૂચના?
  8. - બોગસ ટોલનાકા સામેની ફરિયાદો કોના ઈશારો બાયપાસ થઈ  
  9. - હાઈવે ઓથોરિટીની ફરિયાદો છતાં પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ સોશિયલ મીડિયાથી ખબર પડી
  10. - પોલીસ અને તંત્રએ વાતનું વતેસર થતાં હવે મેદાને આવ્યું પણ કાર્યવાહી થશે એ સૌથી મોટો સવાલ

બોગસ ટોલનાકા મામલે પાટીદાર નેતાના નામ સામે આવ્યા!
મોરબી જિલ્લાના વાંકાનેરના બોગસ ટોલનાકા મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પાટીદાર સમાજના આગેવાનના પુત્રનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરશીભાઈ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા તેના ભાઈ યુવરાજસિંહ ઝાલાનો પણ ફરિયાદમાં આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર કેસ?
મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપરના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમી રહ્યુ હતું તેવી ફરીયાદના પગલે તંત્ર દોડતુ થયુ છે. વઘાસીયા ગામ પાસેથી નાના-મોટા વાહનો પસાર થાય તે પ્રકારે ગેરકાયદેસર ટોલનાકુ બનાવવામાં આવ્યું છે. જયાં 50 થી લઈને 200 રૂપિયા સુધીના વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી આ ગેરકાયદે ટોલનાકુ ધમધમી રહ્યું છે. અગાઉ કલેકટર, એસપી સહિતનાઓને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.! જોકે મિડીયાએ મુદદો ઉઠાવતા તંત્ર દોડતુ થયુ છે. 

ટોલનાકાની બાજુમાં આવેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને વાહન પાસ કરવાનો રસ્તો બનાવીને ગેર કાયદેસર રીતે ઉઘરાણા કરાતા હોવાની માહીતી સામે આવેલ છે.જો કે, મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવવા હવે કવાયત શરૂ કરવામાં આવેલ છે. ગેરકાયદેસર ટોલ તરફ જતા રસ્તા ઉપર પોલીસ તેનાત કરાઈ છે જોકે પોલીસના જતાની સાથે જ પુન: ત્યાંથી વાહનોની અવરજવર શરૂ થઇ ગઇ હતી. આજે સવારે ગેરકાયદે ત્યાંથી નીકળતા ટ્રક, મેટાડોર સહિતના વાહનોને ટોલનાકા પર તરફ પાછા વાળવાની કામગીરી પોલીસ દ્રારા શરૂ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ટોલનાકાના સમાચાર આવતા ની સાથે જ પોલીસ વિભાગ અને તંત્ર દોડતું થયુ છે. જોકે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની જાણ બહાર આ ગેરવહિવટ ચાલતો હોય તે શક્ય જ નથી તેવુ પણ ચર્ચાઇ રહ્યુ છે.

પોલીસના આંખ આડા કાન

મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકાનો બીજો ભાગ હજુ પણ ચાલુ છે.ગેરકાયદે ટ્રક, મેટાડોર સહિતના વાહનો પસાર કરવા કારખાનાની દિવાલ તોડી નાખીને રસ્તો બનાવેલ છે જ કે, હાલમાં ગેરકાયદે ઉઘરાણા કરનારા કોઇ ત્યાં જોવા મળી રહ્યા નથી બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક ઇસમો છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ટોલનાકું ઊભું કરી રોજ ફોર વ્હિલ વાહનચાલક પાસેથી રૂપિયા 50, મેટાડોર અને આઈસરના ચાલક પાસેથી રૂપિયા 100 અને ટ્રકના ચાલક પાસેથી રૂપિયા 200નું ઉઘરાણું કરી રહ્યા હતા. જેથી સરકારી તીજોરીને રોજનું લાખોનુ નુકસાન હતુ આ ગેરકાયદે ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે અને પોલીસ, કલેક્ટર, અધિક કલેક્ટર સહિતનાઓને રજુઆત કરી હતી પણ આજે મિડિયા મેદાનમાં આવ્યું ત્યા સુધી કોઇએ કોઇ પગલા લીધા ન હતા.

વાંકાનેર સિટી પોલીસ ફરીયાદી બની

આ ટોલ પ્લાઝા પર ટોલટેક્સ ન આપવો પડે અને પોતે ટોલના રૂપિયા ઉઘરાવીને ઘર ભરી શકાય તે માટે જે ટોળકી સક્રિય હતી તેની સામે ફરીયાદ નોંધાયેલ છે. છેલ્લા દોઢ વર્ષથી વ્હાઈટ હાઉસ નામની બંધ ફેક્ટરીમાંથી રસ્તો બનાવીને ત્યાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણા કરી રહ્યા હતા તેની સામે ફરીયાદ નોંધાયેલ છે. તે મામલે વઘાસીયા ટોલનાકાના કર્મચારીએ ફરીયાદ ન કરતા વાંકાનેર સિટી પોલીસ ફરીયાદી બની છે અને હાલમાં વ્હાઇટ હાઉસ વાળા અમરશીભાઈ જેરામભાઈ પટેલ તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્ર બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાની સાથે નામ જોગ ફરીયાદ છે. જેને પકડવા તજવીજ શરૂ કરેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news