મોટું નુકસાન થાય તેવી ભીતિ! નવલખી બંદર 4 દિવસથી બંધ, માંગરોળના દરિયામાં પણ ભારે કરંટ

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ફફડાટ વધી રહ્યો છે. હાલ આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદરથી 180 કિમી દૂર છે. અને સાંજે ટકરાવવાની શક્યતા છે. આ બધા વચ્ચે બંદરો પર ભારે સુરક્ષા વર્તવામાં આવી રહી છે. નવલખી બંદર લગભગ 4 દિવસથી બંધ છે. જ્યારે માંગરોળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 

મોટું નુકસાન થાય તેવી ભીતિ! નવલખી બંદર 4 દિવસથી બંધ, માંગરોળના દરિયામાં પણ ભારે કરંટ

ઝી બ્યુરો: બિપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ફફડાટ વધી રહ્યો છે. હાલ આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદરથી 180 કિમી દૂર છે. અને સાંજે ટકરાવવાની શક્યતા છે. ગઈ કાલના અનુમાન પ્રમાણે સાંજે 5 વાગ્યે લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ જોવાય રહી હતી. પરંતુ હવે બિપરજોય વાવાઝોડું સાંજે 6 થી 9 -30 વાગ્યા વચ્ચે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થાય તેવી શક્યતા છે. ગઈ કાલે લગભગ 6 કલાક સુધી વાવાઝોડુ સ્થિત થઈ ગયું હોવાના કારણે સમયમા ફેરફાર થશે. હજુ પણ વાવાઝોડાની મૂવમેન્ટના આધારે નક્કર સમય નક્કી થશે. આ બધા વચ્ચે બંદરો પર ભારે સુરક્ષા વર્તવામાં આવી રહી છે. નવલખી બંદર લગભગ 4 દિવસથી બંધ છે. જ્યારે માંગરોળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 

નવલખી બંદરની સ્થિતિ
બીપરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે અથડાશે તેવી આગાહી છે ત્યારે જો મોરબીના નવલખી બંદર ની વાત કરીએ તો ચાર દિવસથી પોર્ટ બંધ છે જો કે, નવલખી બંદર અને આસપાસના વિસ્તારને કેટલુ નુકશાન આ વાવઝોડુ કરશે તેના ઉપર નજર મંડાયેલ છે કેમ કે આજે અંદાજે 100 થી 120 ની ઝડપે નવલખી બંદર ઉપર પવન ફૂંકાશે તેવી શક્યતા છે. 

મોરબી સહિત ગુજરાતના છ જિલ્લાઓને બીપરજોય વાવાઝોડું ઘમરોડશે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે જેથી તેની દિશા અને સ્પીડ ઉપર નજર રાખવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે તે મુજબ આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું અથલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે સમયે જો નવલખી બંદર ની વાત કરીએ તો નવલખી બંદર ઉપર રવિવારે નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તરત જ સોમવારે 10 નંબરનું લગાવવામાં આવ્યું છે અને છેલ્લા ચાર દિવસથી નવલખી પોર્ટને સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે.

આ નવલખી બંદર ઉપર દરરોજનો 30000 ટન કોલસો આવે છે અને તેને ટ્રકો મારફતે ગુજરાત અને ગુજરાત બહાર મોકલવામાં આવતો હોય છે જોકે નવલખી બંદર બંધ હોવાથી કોલસા ની આવક જાવક સદર બંધ થઈ ગઈ છે અને હાલમાં ત્યાં 70 km ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અને સાંજ સુધીમાં તેની ઝડપ 100 થી 120 સુધી પહોંચે તેવો અંદાજ છે

માંગરોળના દરિયાકાંઠે પણ અસર જોવા મળી
જુનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાકાંઠે આજે  વાવાઝોડાની સ્પષ્ટ અસર જોવા મળી હતી.. જે અંતર્ગત માંગરોળ દરિયા કાંઠે ભારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માંગરોળ બંદર પર હાલ ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અન્ય દરિયાકાંઠાની સરખામણીએ માંગરોળ દરિયાકાંઠે વાવાઝોડાની અસર મહદંશે હાલ તો ઓછી જોવા મળી રહી છે.. બીજી તરફ તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે કે કોઈ દુર્ઘટના ન ઘટે. માંગરોળ માંથી કુલ 2000 થી વધુ લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરાયું છે જ્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી કુલ 4,000 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news