BJPનો દાવો- બિહારમાં ફરી આવશે એનડીએ સરકાર, કાલ સવાર સુધી ખુશી મનાવી લે તેજસ્વી યાદવ


મતગણતરીના એક દિવસ પહેલા શાહનવાઝ હુસૈને દાવો કર્યો કે બિહારમાં ભારે બહુમતથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે અને નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રીની કમાન સંભાળશે. 
 

BJPનો દાવો- બિહારમાં ફરી આવશે એનડીએ સરકાર, કાલ સવાર સુધી ખુશી મનાવી લે તેજસ્વી યાદવ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2020)મા અંતિમ તબક્કાના મતદાન બાદ જાહેર થયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં રાષ્ટ્રીય જનતા દળ (Rashtriya Janata Dal)ના નેતા તેજસ્વી યાદવ  (Tejashwi Yadav)ના નેતૃત્વ વાળા વિપક્ષી મહાગઠબંધન (Mahagathbandhan)ને લીડ મળી રહી છે. પરંતુ ભાજપને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરિણામ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના (NDA)  પક્ષમાં આવશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈન (Syed Shahnawaz Hussain)એ સોમવારે દાવો કરતા કહ્યુ કે, 10 નવેમ્બરે 12 કલાક સુધી તે નક્કી થઈ જશે કે બિહારમાં ભારે બહુમતથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. તેજસ્વી 10 નવેમ્બરની સવાર સુધી ખુશી મનાવી લે.

મતગણતરીના એક દિવસ પહેલા શાહનવાઝ હુસૈને દાવો કર્યો કે બિહારમાં ભારે બહુમતથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે અને નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રીની કમાન સંભાળશે. તેમણે એક નિવેદન જાહેર કરી કહ્યુ- બિહારમાં ત્રણ તબક્કામાં સંપન્ન થયેલા મતદાન બાદ એક વાત નક્કી છે કે જનતા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારને લઈને વધુ ઉત્સાહ રહ્યો અને મોટી સંખ્યામાં મતદાતાઓએ એનડીએના પક્ષમાં મતદાન કર્યું છે. 

ખતરાની ઘંટી! શિયાળાની શરૂઆત થતા જ વધ્યું હવાનું પ્રદૂષણ, અત્યંત ચોંકાવનારા આંકડા

પરિણામ એનડીએના પક્ષમાં આવશેઃ શાહનવાઝ
એક્ઝિટ પોલમાં બતાવવામાં આવેલા અનુમાનોને નકારતા તેમણે દાવો કર્યો કે પરિણામ એનડીએના પક્ષમાં આવશે. તેમણે કહ્યુ- 10 નવેમ્બરે બપોરે 12 કલાકે તે નક્કી થઈ જશે કે બિહારમાં ભારે બહુમતની સાથે એનડીએની સરકાર બનવા જઈ રહી છે અને નીતીશ કુમાર મુખ્યમંત્રી બનશે. હુસૈને 2015ની બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, તે સમયે મોટાભાગના અનુમાનોએ ભાજપની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો જ્યારે તે સમયે જનતા દળ યૂનાઇટેડ એનડીએથી અલગ હતું. તેમણે કહ્યું, તે સમયે એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. આ સિવાય ઘણી તકે એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. તેની પાછળનું કારણ એક્ઝિટ પોલ કરનારની સેમ્પલ સાઇઝ રાજ્યની વસ્તુ પ્રમાણે ઘણી નાની છે. તેથી તેમાં વાસ્તવિકતા આવી શકતી નથી. 

મહાગઠબંધન માટે બે દિવસની ખુશીઃ ભાજપ
તેમણે કહ્યું કે, ભાજપનો અંદાજ કાર્યકર્તાઓના બૂથ સ્તરથી મળેલા ફીડબેકના આધાર પર થાય છે. હુસૈને દાવો કર્યો, આ અંદાજના આધાર પર અમે તે કહી શકીએ કે એક્ઝિટ પોલના પરિણામ મહાગઠબંધન માટે બે દિવસની ખુશી છે, 10 તારીખે જ્યારે વાસ્તવિક પરિણામ આવશે તો બિહારમાં ભારે બહુમતથી એનડીએની સરકાર વાપસી કરશે અને બિહારના હિતમાં ફરી પાંચ વર્ષ નીતીશ કુમાર સુશાસન અને વિકાસનું રાજ સ્થાપિત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news