પેટરનીટી લીવ પર વિરાટ કોહલી- એડિલેડ ટેસ્ટ બાદ પરત ફરશે ભારત, રોહિત ટીમમાં સામેલ

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થવાનો છે. ટીમ પહેલા ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને ત્યારબાદ ત્રણ ટી20 મેચોની સિરીઝ રમાશે. સીમિત ઓવરોની સિરીઝ બાદ ચાર ટેસ્ટ રમાશે.   

Updated By: Nov 9, 2020, 05:22 PM IST
પેટરનીટી લીવ પર વિરાટ કોહલી- એડિલેડ ટેસ્ટ બાદ પરત ફરશે ભારત, રોહિત ટીમમાં સામેલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમ્યા બાદ ભારત પરત ફરશે. વિરાટે પહેલા તેની જાણકારી બીસીસીઆઈને આપી દીધી હતી. બોર્ડની બેઠકમાં જણાવવામાં આવ્યું કે, રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિરાટ જાન્યુઆરીમાં પિતા બનવાનો છે અને આ કારણે તે ત્રણ ટેસ્ટ મેચ રમશે નહીં.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થવાનો છે. ટીમ પહેલા ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને ત્યારબાદ ત્રણ ટી20 મેચોની સિરીઝ રમાશે. સીમિત ઓવરોની સિરીઝ બાદ ચાર ટેસ્ટ રમાશે. આ લાંબા પ્રવાસ પર જઈ રહેલી ભારતીય ટીમની સામે  સવાલોનું લાંબુ લિસ્ટ છે. રવિવારે સીનિયર ટીમની સિલેક્શન કમિટીની બેઠક યોજાઇ અને બોર્ડની મેડિકલ ટીમના રિપોર્ટ બાદ કેટલાક રિપ્લેસમેન્ટ પસંદ કરવામાં આવ્યા છે. 

વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ બાદ પરત ફરશે
26 ઓક્ટોબરે યોજાયેલી બીસીસીઆઈની પસંદગી સમિતિની બેઠકમાં વિરાટ કોહલીએ જણાવી દીધું હતું કે, તે એડિલેડ ટેસ્ટ બાદ ભારત પરત ફરશે. જાન્યુઆરીમાં વિરાટ પિતા બનવાનો છે અને આ તકે તે પત્ની અનુષ્કા સાથે રહેવા ઈચ્છે છે. 17 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમાશે. આ ડે-નાઇટ ટેસ્ટ હશે. 

રોહિત ટેસ્ટ ટીમમાં સામેલ
બીસીસીઆઈએ અખબારી યાદી જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિતને પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પસંદ કરાયો નહતો ત્યારબાદ વિવાદ થયો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમ રોહિતની ફિટનેસ પર નજર રાખી રહી છે અને આ વિશે પસંદગી સમિતિને જાણકારી આપવામાં આવી છે. શર્મા વિશે સમિતિની સલાહ છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વનડે અને ટી20 મેચોમાં તેને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી તે ટેસ્ટ સિરીઝ, જેની ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો છે, તે ફિટ થઈ જાય.

ફાઇનલમાં પર્પલ કેપને લઈને બુમરાહ અને રબાડા વચ્ચે થશે ટક્કર, ઓરેન્જ કેપ પર ધવનની નજર  

વનડે ટીમમાં સંજૂ સેમસન
આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે સારૂ પ્રદર્શન કરનાર સંજૂ સેમસનને વધારાના વિકેટકીપરના રૂપમાં વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

ઇશાંતની ફિટનેસ પર અપડેટ
ઇશાંત શર્મા- ટીમ ઈન્ડિયાનો વરિષ્ઠ ફાસ્ટ બોલર હાલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રીહેબમાંથી પસાર થઈ રહ્યો છે. એકબાર રિકવર થયા બાદ જ્યારે ઈશાંત શર્મા સંપૂર્ણ ફિટનેસ હાસિલ કરી લે તો તે ટીમ ઈન્ડિયાની સાથે જોડાશે. 

વરૂણ ચક્રવર્તી
ડાબા હાથના આ મિસ્ટ્રી સ્પિનરને ટી20 આંતરરાષ્ટ્રીય માટે પસંદ કરવામાં આવ્યો હતો. ખભાની ઈજાને કારણે તે બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ફાસ્ટ બોલર ટી. નટરાજનને સામેલ કરવામાં આવ્યો છે. 

રિદ્ધિમાન સાહા- ટીમ ઈન્ડિયાના આ વિકેટકીપરને હેમસ્ટ્રિંગની ઈજા થઈ છે. તેના વિશે બાદમાં નિર્ણય લેવામાં આવ્યા છે. 

કમલેશ નાગરકોટીઃ આ યુવા ફાસ્ટ બોલર પણ ઓસ્ટ્રેલિયા જશે નહીં. તે હાલ મેડિકલ ટીમની સાથે પોતાના બોલિંગ વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યો છે. 

ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, વૃદ્ધિમન સાહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી , ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર.કે. અશ્વિન, મોહમ્મદ સિરાજ.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર