મને ફોન આવ્યો...ટિકિટ ફાઈનલ! ભાજપે મોડી રાત્રે ફોન કરીને ઉમેદવારોને કર્યા અવગત, જાણો કોણ છે લિસ્ટમાં...
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તે પહેલાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં ફોન કરીને ઉમેદવારોને જાણ કરી દેવાઈ છે. ટેલિફોનિક જાણકારી આપીને ઉમેદવારોને અવગત કર્યા હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યા છે.
Trending Photos
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ફાઈનલ થતાં હવે ઉમેદવારોની યાદી જાહેર થવા લાગી છે. આજે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થશે. પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં ગઇકાલે (બુધવાર) મોડી રાત સુધી ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે ભાજપ આ વખતે વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટિકિટ મળશે તે ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે. બીજી બાજુ પાર્ટી અને સંગઠને ભાજપ રૂપાણી સરકારના અનેક મંત્રીઓની ટિકિટ કાપી શકે છે.
ભાજપે હાથ ધર્યો નવતર પ્રયોગ
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તે પહેલાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં ફોન કરીને ઉમેદવારોને જાણ કરી દેવાઈ છે. ટેલિફોનિક જાણકારી આપીને ઉમેદવારોને અવગત કર્યા હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યાછે. ભાજપ આજે સતાવાર યાદી જાહેર કરે તે પહેલા ટેલિફોન દ્વારા જાણ કરાઈ છે. ભાજપે મોડીરાતથી ટેલિફોન કરીને ઉમેદવારોને જાણ કરવાનું શરૂ કરી દીધું છે.
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં અન્ય એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. મહાનગરોમાં સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપશે. મોટાભાગના મહાનગરોમાં નો રિપિટ થિયરી લાગી શકે છે. અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ પંચાલની ટિકિટ લગભગ ફાઈનલ માનવામાં આવે છે. અમદાવાદ શહેરમાં બે ધારાસભ્યો સિવાય નવા તમામ ચહેરાને ટિકીટ અપાશે. જામનગર શહેરમાં પણ નો રિપિટ થિયરી લાગશે. આ સિવાય રાજકોટ, વડોદરા અને સુરતમાં થોડા ધારાસભ્યોને રિપિટ કરાશે.
ભાજપમાં જે ઉમેદવારને ટીકીટ મળશે તે ઉમેદવારોને ફોન કર્યાની યાદી નીચે મુજબ છે.
- અમદાવાદ શહેરમાં CM ભૂપેન્દ્ર પટેલ ટિકિટ નિશ્ચિત
- મંત્રી જગદીશ પંચાલની પણ ટિકિટ ફાઈનલ
- અમદાવાદ શહેરમાં બે MLA સિવાય તમામ નવા ચહેરા હશે
- જામનગર શહેરમાં લાગશે નો રિપિટ થિયરી
- રાજકોટમાં પણ લાગશે નો રિપિટ થિયરી
- વડોદરામાં પણ લાગશે નો રિપિટ થિયરી
- સુરતમાં થોડા ધારાસભ્યોને કરાશે રિપિટ
- ગીર સોમનાથમાં નો રિપીટ થિયરી
- ગીર સોમનાથથી જશા બારડનું પત્તુ કપાયું
- માનસિંહ પરમારને ટિકિટ મળ્યાનો દાવો
- તલાલા ભગા બારડને ટિકિટ મળ્યાનો દાવો
- ગઢડા બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયા પણ મેદાનમાં
- અમરેલી બેઠક પર કૌશિક વેકરિયાને ટિકિટ
- લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાને ટિકિટ
- વલસાડની ચારેય બેઠક રિપીટ કરાઈ
- વલસાડ શહેર બેઠક પર ભરત પટેલને ટિકિટ
- પારડી બેઠક પર કનુભાઈ દેસાઈને ટિકિટ
- કપરાડા બેઠક પર મનુભાઈ રાઉતને ટિકિટ
- ઉમરગામ બેઠક પર રમણલાલ પાટકરને ટિકિટ
- દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળાનું નામ નક્કી હોવાનું માનવામાં આવે છે.
- રાજકોટ ગ્રામ્ય બેઠક પર લાખાભાઈ સાગઠીયાના બદલે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવે તેવી પુરી શક્યતા છે.
- ગોંડલમાં ગીતાબા જાડેજા
- જેતપુરમાં જયેશ રાદડિયાની ટિકિટ ફાઈનલ
- વિરમગામથી હાર્દિક પટેલનું નામ નક્કી હોવાનું માનવામાં આવે છે.
- ગૌતમ ચૌહાણ BJP તળાજા બેઠક ફાઇનલ
- જુનાગઢ સંજય કોરડીયાને આવ્યો ફોન
- ડો. પ્રધુમન વાજા, કોડીનાર
- જામનગર દક્ષિણ 79 - રીવાબા જાડેજા
સુરતમાં ચોર્યાસી અને ઉધના બેઠક પર નવા નામ જાહેર થાય તેવી શક્યતા, તમામ બેઠક પર ઉમેદવારને રિપીટ કરાયા..
- સુરત ઈસ્ટમાં અરવિંદ રાણાને રિપીટ કરાયાનો દાવો
- સુરત નોર્થમાં કાંતિ બલ્લરને રિપીટ કરાયાનો દાવો
- વરાછામાં કિશોર કાનાણીને રિપીટ કરાયાનો દાવો
- કરંજમાં પ્રવીણ ઘોધારીને રિપીટ કરાયાનો દાવો
- લિંબાયતમાં સંગીતા પાટીલને રિપીટ કરાયાનો દાવો
- ઉધનામાં મનુભાઈ પટેલને રિપીટ કરાયાનો દાવો
- કતારગામમાં વીનુ મોરડિયાને રિપીટ કરાયાનો દાવો
- મજૂરાથી હર્ષ સંઘવીને રિપીટ કરાયાનો દાવો
- સુરત વેસ્ટથી પૂર્ણેશ મોદીને રિપીટ કરાયાનો દાવો
- કામરેજથી વી.ડી.ઝાલાવડિયાને રિપીટ કરાયાનો દાવો
- વ્યારા વિધાનસભા માટે મોહન કોંકણીને ટિકિટ
- નિઝર વિધાનસભા બેઠક પર ભાજપ પ્રમુખ જયરામ ગામીતને આપી ટિકિટ
- માંગરોળ બેઠક પરથી સિનિયર મંત્રી ગણપત વસાવાને કરાયા રિપીટ
- અંકલેશ્વરમાં ધારાસભ્ય પદ માટે ઇશ્વરસિંહ પટેલની ટિકિટ કન્ફર્મ
- વાગરા...અરુણસિંહ રાણા...
- જબુંસર...ડી.કે સ્વામીને ટિકિટ ફાઇનલ
- ઝઘડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે રીતેશ વસાવાના નામ પર મોહર
- નવસારીની જલાલપોર વિધાનસભા બેઠક પર આર.સી.પટેલ ને ફરી રીપીટ કરાયા
- સુરતની વરાછા બેઠક પરથી કુમાર કાનાણીની ટિકિટ ફાઈનલ..
- પૂર્વ મંત્રી કુમાર કાનાણીને ટિકિટ મળી હોવાનો દાવો..
- મને મોડી રાત્રે ફોન આવી ગયો છે: કુમાર કાનાણી...
- જામકંડોરણાથી જયેશ રાદડિયાને મળશે ટિકિટ.
- જયેશ રાદડિયા ગુજરાત સરકારના રહી ચુક્યા છે મંત્રી..
- જામકંડોરણાથી જયેશ રાદડિયા ફાઈનલ..
સુરતની વરાછા બેઠક માટે પૂર્વ મંત્રી કુમાર કાનાણી, કામરેજ બેઠક પર પ્રફુલ પાનસેરીયા, કરંજ માટે પ્રવીણ ઘોઘારી, કતારગામ બેઠક મંત્રી વીનુ મોરડીયા, ઓલપાડ માટે મંત્રી મુકેશ પટેલ, ઉધના માટે મનુ પટેલ ફોગવાના નામ જાહેર
મહત્વનું છે કે, ગોંડલ વિધાનસભા બેઠક પર ગીતાબા જાડેજાને ભાજપે રીપીટ કર્યા હોવાની માહિતી મળી રહી છે. ઉમેદવારોની ટીકીટ ફાઈનલ હોવાના દિલ્હીથી ફોન કરાયા છે. ફોનમાં ઉમેદવારી ભરવા સૂચના અપાઈ છે. ગીતાબા જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પત્ની છે અને વર્તમાન ધારાસભ્ય છે. આ બેઠક પર ભાજપના જ બે બાહુબલી નેતાઓ પોતાના પુત્ર માટે ખેંચતાણ કરી રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડા અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલતા વિવાદમાં ગોંડલ બેઠક હાઈ પ્રોફાઈલ બની હતી.
સુરતની ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલને રિપીટ કરાયાનો દાવો કર્યો છે. મોડી રાત્રે ફોન કરીને કન્ફર્મેશન આપવામાં આવ્યું છે. મુકેશ પટેલ વર્ષ 2012થી ઓલપાડ બેઠક પરથી ધારાસભ્ય છે. ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખે આ વિશે માહિતી આપી હતી. ત્રીજી વાર મુકેશ પટેલને રિપીટ કરાયાનો દાવો હાલ રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રો કહી રહ્યા છે. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાને ટિકીટ મળ્યાનો દાવો પણ થઈ રહ્યો છે. આ સિવાય મજુરા બેઠક પર હર્ષ સંઘવી ફાઈનલ, તો કુંવરજી બાવળીયા, ભગા બારડ અને શંભુ પ્રસાદ ટુંડિયાને ફોન આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે.
- 171 વ્યારા વિધાનસભા માટે તાપી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મોહન કોંકણીને ટિકિટ આપી
- કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા બેઠક પર ભાજપે મોહન કોંકણીને મેદાને ઉતર્યા
- 172 નિઝર વિધાનસભા બેઠક પર તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીતને આપી ટિકિટ
- બન્ને ઉમેદવારોને રાતે ટેલીફોનીક જાણ કરવામાં આવી
- હાલ તાપી જિલ્લાની બને બેઠકો કોંગ્રેસ પાસે છે.
- માંગરોળ બેઠક પરથી સિનિયર મંત્રી ગણપત વસાવાને કરાયા રિપીટ
- માંગરોળ બેઠક પરથી સિનિયર મંત્રી ગણપત વસાવાને મોડી રાત્રે ફોન કરી જાણકારી અપાઈ છે. 2007થી માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય છે. 6 થી વધુ વાર ભાજપે રિપીટ કર્યા છે.
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકી બે બેઠકો માટે પ્રદેશ ભાજપમાંથી આગેવાનોને આવ્યા ફોન
- ટંકારા પડધરી વિધાનસભા બેઠક માટે ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા
- વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપના પીઢ આગેવાન જીતુભાઈ સોમાણી
- મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ફાઇનલ
- વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મોરબીથી ટિકિટ કપાય
કચ્છ ભાજપ દ્વારા ઉમેદવારોને ટિકિટ ફાળવાઈ, 3 ધારાસભ્યોને રીપીટ ટિકિટ મળી
- અબડાસા બેઠક પર ભાજપ દ્વારા પ્રધ્યુંમનસિંહ જાડેજાને મળી ટિકિટ
- વિરેન્દ્ર સિંહ જાડેજાને રાપરમાં મળી ટિકિટ
- માલતી મહેશ્વરી ગાંધીધામથી રિપીટ
- અંજાર સીટમાં ત્રિકમ બીજલભાઈ છાંગા ત્રિકમ માસ્તરને ટિકિટ મળી
- ભુજ બેઠક ઉપર કેશુભાઈ પટેલને મળી ટિકિટ
- માંડવી મુંદ્રા અનિરુદ્ધ દવે ને મળી ટિકિટ
ઉના
- પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડને આવ્યો ફોન
- ભાજપ હાઇકમાન્ડ દ્વારા ચૂંટણીની તૈયારી કરવાનું કહેવાયું
- કોંગ્રેસના મોટા નેતા પુંજા વંશ અને ભાજપમાંથી કાળુભાઇ રાઠોડ નિશ્ચિત
પોરબંદર
- પોરબંદર વિધાનસભા બેઠક પરથી ભાજપે બાબુ બોખીરીયાને આપી ટીકીટ
- મોડીરાત્રે ફોન કરી બોખીરીયાને કરાઈ જાણ
- બાબુ બોખીરીયા હાલમા આ બેઠક પરથી છે વર્તમાન ધારાસભ્ય
- બાબુ બોખીરીયાને ફરી ટિકિટ મળતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ
ભરૂચ
- 151 વાગરા બેઠક પરથી અરુણસિંહ રણા ત્રીજીવાર કરશે ઉમેદવારી
- સમર્થકોમાં આનંદ છવાયો
- બાકી રહેલા કામો ચૂંટણી બાદ પ્રાથમિકતા આપી કરશે પૂર્ણ
- ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ નો માન્યો આભાર
ભાવનગર..
- ભાવનગર તળાજા બેઠકમાં ઉમેદવારનું નામ ફાયનલ
- તળાજા બેઠક પર ગૌતમ ચૌહાણના નામ પર મહોર
- ભાજપના ખૂબ જૂના કાર્યકર છે ગૌતમ ચૌહાણ
- તળાજા વિધાનસભા બેઠક પર તેઓ માત્ર 1700 મતે હાર્યા હતા.
- કોંગ્રેસના કનુ બારૈયાનો 1700 મતે વિજય થયો હતો.
- ભાજપે ફરી વિશ્વાસ મૂકી ગૌતમ ચૌહાણ ને ટિકિટ આપી.
મહેસાણા
- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ને રિપીટ કરાયા
- વિસનગર બેઠક પર ઋષિકેશ પટેલ નું નામ નક્કી
- થોડીવારમાં થશે સત્તાવાર જાહેરાત
- ઋષિકેશ પટેલ 3 ટર્મથી વિસનગરથી ચૂંટાયા
ખેડા
- નડિયાદથી પંકજ દેસાઈને દિલ્લીથી આવ્યો ફોન
- પંકજ દેસાઈ છે વિધાનસભાના મુખ્ય દંડક
ભરૂચ
- 2002 માં વિજય થયેલ રમેશભાઈ મિસ્ત્રીને ફરી એક વાર ભાજપા મોવડી મંડળે ભરૂચ બેઠક પરથી ઉતાર્યા
- 2002 માં કોંગ્રેસના જયેશ પટેલ સામે 11 હજાર મતની લીડથી મેળવી હતી જીત
- છોટા ઉદેપુરના પ્રભારી અને પ્રદેશના કારોબારી સભ્ય છે રમેશભાઈ મિસ્ત્રી
- રમેશભાઈ મિસ્ત્રીના સમર્થકોમાં આનંદ નો માહોલ
- જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ઢોલ નગારાં વગાડી તેમજ ફટાકડા ફોડી કરાઈ ઉજવણી
જામનગર
- જામનગર જિલ્લાની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારોને મોડી રાત્રે ટેલીફોનિક જાણ કરાઈ
- કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને 77 જામનગર ગ્રામ્ય બેઠક પર રીપીટ કરાયા
- 80 જામજોધપુર બેઠક પર ચીમન સાપરિયાને ઉમેદવાર તરીકે ટેલિફોનિક જાણ કરાઈ
- 76 કાલાવડ અનામત બેઠક પર મેઘજી ચાવડાને ટેલીફોનિક જાણ કરાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે