ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનો સફળ દાવ, કોંગ્રેસ હાથ ઘસતી રહી ગઇ

તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ ભાજપને 15 અને કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. 

ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનો સફળ દાવ, કોંગ્રેસ હાથ ઘસતી રહી ગઇ

ગાંધીનગરઃ તાલુકા પંચાયત પર ભાજપે કબજો મેળવ્યો છે. બે અપક્ષના ટેકાથી ભાજપને સત્તા મળી છે. બેઠકમાં કોંગ્રેસના 5 સભ્યો ગેરહાજર રહેતા ભાજપે સત્તા મેળવી છે.  ત્યારે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે શોભાબહેન વાઘેલાની અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઇ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. તાલુકા પંચાયતમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. કુલ 36 બેઠકમાંથી કોંગ્રેસને 18 બેઠક મળી છે જ્યારે ભાજપને 15 અને અપક્ષને 3 બેઠક મળી છે. જે પૈકી 2 અપક્ષોએ ભાજપનો સાથ આપ્યો, જ્યારે 1 અપક્ષે કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો. જો કે અંતે 17 વિરુદ્ધ 13 મતથી ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા છે. જીત મેળવતાની સાથે કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news