કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદ

BJP Gujarat : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડીની ફરીયાદ, શ્રધ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે નોધાવી ફરીયાદ, 5 લાખ રૂપિયાની છેતરપિંડીની નોધાવી ફરીયાદ 

કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદ

Gandhinagar News : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે મહિલા નેતા સામે 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે વર્ષ 2022 માં દર્શીની કોઠીયાને 5 લાખ રૂપિયા આપ્યા હતા, આ રૂપિયા પરત ન આવતા ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી છે. 

મારે તકલીફ છે કહીને દર્શિની લાઠીયાએ રૂપિયા માંગ્યા હતા 
પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. શ્રદ્ધા રાજપૂત પ્રદેશ ભાજપના પ્રવક્તા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કન્સલટન્ટ છે. તેમણે આપેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2018માં પુના સુરતના દર્શિની પ્રવિણભાઈ કોઠીયા સાથે ગાંધીનગર મહાપાલિકા ખાતે મુલાકાત થઇ હતી. અવાર નવાર ગાંધીનગરમાં મળતા હોવાથી મિત્રતા ઘર જેવા સબંધમાં પરિણામી હતી. આ દરમિયાન સાલ 2022માં દર્શિની કોઠીયાએ કયુ હતુ કે, મારે બહુ તકલીફ છે, 5 લાખ રૂપિયાની જરૂર છે. તમે મને રૂપિયા આપો હુ તમને એક વર્ષમાં રોકડમાં પરત આપી દઈશ. લીધેલા રૂપિયા વર્ષ પુરુ થતા શ્રદ્ધા રાજપૂતે પરત માંગ્યા હતા બાદમાં રૂપિયા માટે અવાર નવાર ઉઘરાણી કરવી પડી રહી હતી.

દર્શિનીએ આપેલા ચેક બાઉન્સ થયા 
ફરિયાદમાં આગળ જણાવાયું કે, અનેકવાર ઉઘરાણી બાદ અઢી-અઢી લાખ રૂપિયાના બે ચેક દર્શિની કોઠીયાએ આપ્યા હતા, જેને સેક્ટર 16માં આવેલી બેંકમાં જમા કરાવતા ઓછા બેલેન્સના કારણે ચેક ક્લીયર થયા ન હતા. ત્યારબાદ મેનેજર દ્વારા ચેક દર્શિની કોઠીયાને ટપાલ મારફતે ભૂલથી ઘરે મોકલી દીધા હતા. ત્યારબાદ પોતાના ખાતામાં ચેક જમા નહિ થતા શ્રદ્ધા રાજપૂતે બેંકમાં જઈ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, ઓછા બેલેન્સના કારણે ચેક જમા થયા નથી અને તેને પરત મોકલી દીધા છે. 

આમ, શ્રદ્ધા રાજપૂતના વારંવાર માંગવા છતાં દર્શીની કોઠીયાએ રૂપિયા પરત કર્યા ન હતા. જેથી તેમણે  સેક્ટર 21 પોલીસ મથકમાં 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news