ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક પર સમીકરણો બદલાયા! ભાજપે ઢેલીબેનને કેમ ઉતર્યા?

Gujarat Election 2022: પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક પર સમીકરણો બદલાયા! ભાજપે ઢેલીબેનને કેમ ઉતર્યા?

Gujarat Election 2022: ભાજપ દ્વારા ગત 10 તારીખે પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આજે વધુ 6 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે. 

કુતિયાણા બેઠક પરથી ભાજપ દ્વારા પોતાના નામની જાહેરાત બાદ ઢેલીબેન ઓડેદરા પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઢેલીબેનને ઉપસ્થિત સૌ કોઈ આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી તો ઢેલીબેને પણ પોતાને ટિકિટ આપવા બદલ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ બેઠક પરથી ભારે બહુમતી સાથે તેઓ વિજેતા થશે તેઓ તેમણે વિશ્વાસ કર્યો હતો.

સાથે જ તેઓએ જણાવ્યું હતુ કે, પ્રજાએ કોઈથી ડરવાની જરૂર નથી તેઓ પ્રજા વચ્ચે જ રહેશે અને પ્રજાના તમામ વિકાસને લગતા કાર્યો કરશે.ઉલેખ્ખનીય છે ગત 10 ડિસેમ્બરના રોજ ભાજપ દ્વારા જ્યારે ફોન કરી ઉમેદવારને ટિકિટ મળવાની જાણ કરવામાં આવી રહી હતી. ત્યારે કુતિયાણાની આ બેઠક માટે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ઓડેદરાને ફોન દ્વારા તેઓને ટિકિટ મળ્યાની જાણ કરવામાં આવી હતી. જેને લઈને પાર્ટીના આગેવાનો દ્વારા તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

આ પણ જુઓ વીડિયો:-

જો કે ત્યારબાદ સમીકરણો બદલાતા પાર્ટીએ હાલ તો કુતિયાણાની આ બેઠક પરથી ઢેલીબેન ઓડેદરાને ટીકીટ આપી છે અને ઢેલીબેને પણ જણાવ્યું હતું કે, રમેશભાઈ પણ તેઓની સાથે જ અને તેઓની સાથે રાખીને જ અમે ચૂંટણી લડીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news