ગુજરાત પર મોટી આફત! ભરશિયાળે દ્વારકામાં વરસાદ, બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યું
Unseasonal Rain: આજે યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જી હા... યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડતા રોડ રસ્તાઓ ભીના થયા હતા. અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતા દ્વારકાની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો.
Trending Photos
Unseasonal Rain: ગુજરાતમાં ઠંડીની સીઝનમાં ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારમાં ઠંડી પડી રહી છે, તો બપોરે ગરમી અને ક્યાંક ક્યાંક તો વરસાદી માહોલ પણ બની રહ્યો છે. આજે યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જી હા... યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડતા રોડ રસ્તાઓ ભીના થયા હતા. અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતા દ્વારકાની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો.
ભાટિયાથી ઓખા-મઢી વચ્ચે માવઠાંની કહેર
ભાટિયા દ્વારકા હાઈ-વે વચ્ચે માવઠાની અસર જોવા મળી છે. હાઈ-વે પરના રસ્તાઓ માવઠાથી ભીના થયા હતા. ભાટિયાથી ઓખા-મઢી વચ્ચે માવઠાંની કહેર જોવા મળી રહી છે. કમોસમી વરસાદવા કારણે દેવભૂમિ દ્વારકામાં પાક નુકસાનીને લઈ ખેડૂતોમાં ચિતાનો માહોલ દેખાઈ રહ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે માવઠાની અસર જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી
આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે, છતાં હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદે વધુ એક વિધ્ન નાંખ્યું છે. આગામી 24 કલાકમાં ભેજના કારણે તાપમાન વધશે અને વાતાવરણ વાદળછાયુ રહેશે.
ફેબ્રુઆરીમાં વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે બેવડી ઋતુનો અનુભવ અને ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે