યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી 21 એપ્રિલે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનન તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે. બોરિસ જોનસન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓ એક અગ્રણી ઉદ્યોગપતિ સાથે બેઠક કરશે. વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું કે વડાપ્રધાન તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે.

 યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી 21 એપ્રિલે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

બ્રિજેશ દોશી/અમદાવાદ: યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ બોરિસ જ્હોનસન 21 એપ્રિલે અમદાવાદના મહેમાન બનશે. તેના માટે ચુસ્ત બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ બોરિસ જ્હોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરશે. 

ત્યારબાદ 11 વાગે હાલોલમાં ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ગિફ્ટ સિટીમાં મહત્વના રોકાણ અંગે જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ બોરીસ જ્હોનસન બપોરે 3 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાર્પણ કરી, ચરખો કાંતશે. અને સાંજે જ બોરીસ જ્હોનસન દિલ્લી જવા રવાના થશે.

મહત્વનું છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનન તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે. બોરિસ જોનસન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓ એક અગ્રણી ઉદ્યોગપતિ સાથે બેઠક કરશે. વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું કે વડાપ્રધાન તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. બે દિવસીય બેઠક દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન 21 એપ્રિલે પહેલા અમદાવાદ આવશે અને ત્યારબાદ ત્યાંથી દિલ્હી જવા રવાના થશે. 

મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન વેપાર, સંરક્ષણ અને યૂક્રેન સંકટ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વડાપ્રધાન રોડમેપ 2030ના અમલીકરણની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા વિશે વાત કરશે એમ મંત્રાલયે જણાવ્યું હતું. વડાપ્રધાન જ્હોન્સનનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કરવામાં આવશે અને 22 એપ્રિલે વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે. નવી દિલ્હીમાં સત્તાવાર વ્યસ્તતાઓ ઉપરાંત, યુકેના વડાપ્રધાન 21 એપ્રિલે ગુજરાતની પણ મુલાકાત લેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news