બેબીસિયા રોગથી 30 સિંહોના મોત? તપાસ માટે ધારી રેન્જમાં કેન્દ્રની ટીમના ધામા

ધારી (Dhari)  રેન્જમાં 30 સિંહોના મોત સંદર્ભે કેન્દ્રની ટીમે ધામા નાખ્યા છે. વનવિભાગ દ્વારા પહેલા તો સિંહો (Lion death)ના મોત સંદર્ભે કોઈ ફોડ ન પાડવામાં આવ્યો અને ત્યારબાદ સામાન્ય બેબીસીયા રોગનું તેમણે ગાણું ગાયું. જે 30 સિંહોના મોત થયા છે તેમા વધારે મોત નરસિંહોના થયા છે. કેન્દ્રની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમનું એનાલિસિસ કરવામાં આવ્યું. 
બેબીસિયા રોગથી 30 સિંહોના મોત? તપાસ માટે ધારી રેન્જમાં કેન્દ્રની ટીમના ધામા

રજની કોટેચા, ગીર સોમનાથ: ધારી (Dhari)  રેન્જમાં 30 સિંહોના મોત સંદર્ભે કેન્દ્રની ટીમે ધામા નાખ્યા છે. વનવિભાગ દ્વારા પહેલા તો સિંહો (Lion death)ના મોત સંદર્ભે કોઈ ફોડ ન પાડવામાં આવ્યો અને ત્યારબાદ સામાન્ય બેબીસીયા રોગનું તેમણે ગાણું ગાયું. જે 30 સિંહોના મોત થયા છે તેમા વધારે મોત નરસિંહોના થયા છે. કેન્દ્રની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમનું એનાલિસિસ કરવામાં આવ્યું. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

અત્રે જણાવવાનું કે ગીર પૂર્વના ધારી વિસ્તારમાં 30થી વધુ સિંહોના મોત થયા હડકંપ મચ્યો છે. પરંતુ વન વિભાગ આ અંગે કોઈ જ ચોક્કસ કારણ જણાવી શકતું નથી. તેમના કહેવા પ્રમાણે બેબિસિયા રોગના કારણે સિંહોના મોત થયા છે પણ 30 સિંહોના મોત માત્ર બેબીસિયા રોગથી થાય તે વાત પાયાવિહોણી છે. તેમાં કોઈ તથ્ય ન જણાતા કેન્દ્રની ત્રણ પ્રકારની ટીમો ધારી અને ગિર વિસ્તારમાં આવી છે. આ ટીમો પોસ્ટમોર્ટમની વિગતો લઈને કયા કારણોસર સિંહોના મોત થયા તેની તપાસ કરી રહી છે. 

જુઓ LIVE TV

કેન્દ્રની ટીમો તપાસ હાથ ધરી રહી છે કે આખરે આટલા મોટા પાયે સિંહોના મોત થયા તેની પાછળ કયુ કારણ જવાબદાર છે. કારણ કે વનવિભાગ દ્વારા આ અંગે કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી. બેબીસિયા રોગથી આટલા મોટા પાયે સિંહોના મોત થાય તેની પાછળ કોઈ જ વ્યાજબી કારણ જણાતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news