આખરે ગુજરાતે કરી દેખાડ્યું! ખારા પાણીને શુદ્ધ કરતી ટેકનોલોજી વિકસાવી, આવશે 12 પૈસા ખર્ચ

ભાવનગરમાં આવેલી અને સમગ્ર ગુજરાતની એક માત્ર સંસ્થા એવી સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાણીને શુદ્ધ કરવા અદ્યતન ટેકનોલોજી વિકસવાઈ છે. જે માત્ર 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે ખારા અથવા ભાંભરા પાણી માંથી પીવાલાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે છે.

આખરે ગુજરાતે કરી દેખાડ્યું! ખારા પાણીને શુદ્ધ કરતી ટેકનોલોજી વિકસાવી, આવશે 12 પૈસા ખર્ચ

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગરમાં આવેલી અને સમગ્ર ગુજરાતની એક માત્ર સંસ્થા એવી સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાણીને શુદ્ધ કરવા અદ્યતન ટેકનોલોજી વિકસવાઈ છે. જે માત્ર 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે ખારા અથવા ભાંભરા પાણી માંથી પીવાલાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે છે. સેન્ટ્રલ સોલ્ટ દેશભરના આફતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકો માટે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે. સામાન્ય રીતે પાણીને શુદ્ધ બનાવવા વીજળીનો વપરાશ કરવામાં આવતો હોય છે. ત્યારે સેન્ટ્રલ સોલ્ટ દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી બાહ્ય વીજળીના ઉપયોગ વગર ખારા પાણી માંથી પીવા પીવાલાયક શુદ્ધ પાણી બનાવી આપે છે. ત્યારે આ ટેકનોલોજી દ્વારા કુદરતી આફત સમયે વીજળી ના હોય ત્યારે પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. 

ભારત દેશમાં કુદરતી આફતો કે હોનારત સમયે સૌથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે, આવા સમયે પ્રાઇવેટ કંપનીઓ મોંઘા ભાવે પાણી વેચી લૂંટફાટ ચલાવતી હોય છે, ત્યારે ગુજરાતની એકમાત્ર અને ભાવનગરમાં સ્થાપિત સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે હવે આવી તકલીફોમાંથી મુક્તિ અપાવી છે. સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિસેલિનેશન અને પ્યુરિફિકેશન વાનની અધતન ટેક્નોલોજી ખારા પાણીને શુદ્ધ પાણીમાં ટ્રાન્સફર કરે છે અને આ ટેક્નોલોજી માત્ર 12 પૈસા પ્રતિલિટરના ખર્ચે પીવાલાયક શુદ્ધ પાણી બનાવે છે. તેમજ દેશભરમાં આફતોનો ભોગ બનેલા લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે. આ ટેકનોલોજી ને ચલાવવા માટે જરૂરી વીજળી વાનના એન્જીનમાંથી જ પ્રાપ્ત થઈ જાય છે. જેથી આ વાન ને પાણીને શુદ્ધ કરવા ડિસેલિનેટ કરવા માટે બાહ્ય વીજળીની જરૂર પડતી નથી. 

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ભારત દેશની અગ્રગણ્ય સંસ્થાઓ પૈકીની એક સંસ્થા છે. જે સંશોધન કરીને નવી નવી ટેકનોલોજી વિકસિત કરવા માટે જાણીતી છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત અને 1960 થી કાર્યરત એવી આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અનેક પ્રકારના સંશોધન કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ સંશોધન દરિયાના ખારા પાણીને શુદ્ધ પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં જાણીતી છે. 

દેશમાં કુદરતી આપદાઓ જેવી સ્થિતિમાં લોકોને સૌથી વધુ જરૂરિયાત પીવાના પાણીની હોય, પરંતુ વાવાઝોડા કે કુદરતી આફતમાં મોટાભાગે વીજળીની સૌથી મોટી સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે ખારા કે અશુદ્ધ પાણીને પીવાલાયક બનાવવા માટે અત્યાર સુધીની ટેક્નોલોજીમાં વીજળીના વપરાશ વગર એ શક્ય નહોતું, પરંતુ સતત કરાઈ રહેલા સંશોધનના પરિણામે સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા બાહ્ય વીજળીના ઉપયોગ વગર માત્ર વાન ના એન્જિન માથી ઉત્પાદિત થતી વીજળીનો ઉપયોગ કરી નવી ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. સંસ્થા દ્વારા અનેક સંશોધન બાદ આ નવી ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી છે. જેની મદદથી હવે ખારા કે અશુદ્ધ પાણીમાંથી પ્રતિ કલાક 3 હજાર લિટર શુદ્ધ પાણી મેળવી શકાય છે. 

ખાસ તો સરકાર દ્વારા સંચાલિત સંશોધન ક્ષેત્રે કાર્યરત આ સંસ્થા કુદરતી આફતના સમયમાં દેશમાં જુદા જુદા સ્થળોએ એક સાથે બધી જગ્યાઓ પર કાર્ય ના કરી શકે, ત્યારે મોટાપાયે પ્રોડક્શન માટે સંસ્થા દ્વારા નાગપુર સ્થિત રાઇટ વોટર સોલ્યુશન્સ પ્રા. લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યા છે. જેથી દેશમાં અલગ અલગ જગ્યાએ પર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય. સામાન્ય રીતે રિવર્સ ઓસ્મોસિસ(આરઓ), નેનોફિલ્ટ્રેશન(એનએફ) અને અલ્ટ્રાફિસ્ટ્રેશન(યુએફ) જેવી ટેકનોલોજી સુરક્ષિત પીવાનું પાણી ઉત્પન્ન કરવા માટે અસરકારક ઉકેલ છે. 

ભારતમાં અનેક કંપનીઓ અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ પાણીના RO પ્લાન્ટ બનાવતી હોવાના દાવા કરે છે. પરંતુ તેમાં મોટાભાગે ટેકનોલોજી યુ.એસ.એ. અથવા જાપાનની હોય છે. જ્યારે સમગ્ર ભારતમાં એક માત્ર ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા કોમર્શિયલ રીતે રાહતદરે આરઓ પ્લાન્ટ બનાવી રહી છે. ખારા કે ભાંભરા પાણીમાંથી ઉતમ પીવાલાયક પાણી બની શકે તેવી વિશ્વસ્તરીય ટેકનોલોજી વિકસાવી સેન્ટ્રલ સોલ્ટે માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવની વધાર્યું છે, ત્યારે આગામી સમયમાં આ સંશોધન લોકો માટે ચોક્કસ આશીર્વાદરૂપ સાબિત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news