લાવો મારી દીકરીને હું પણ વ્હાલ કરી લઉં, દાદીએ 3 દિવસની પૌત્રીનું ખોળામાં ગળું દબાવી દીધું

ગ્વાલિયરના બહોદાપુર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને 23 માર્ચે લેબર પેઈનને કારણે સરકારી કમલરાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ ત્યાં પુત્રીને જન્મ આપ્યો હતો. દીકરી જન્મજાત વિકલાંગતા સાથે જન્મી હતી. આ વાતથી મહિલાના સાસુ ગુસ્સે થઈ ગયા.

લાવો મારી દીકરીને હું પણ વ્હાલ કરી લઉં, દાદીએ 3 દિવસની પૌત્રીનું ખોળામાં ગળું દબાવી દીધું

Gwalior News: અરે યાર થોડી તો શરમ કરો, હવે દીકરો અને દીકરી એકસમાન ગણાય છે. ગ્વાલિયરમાં એક દાદીએ તેની ત્રણ દિવસની પૌત્રીનું ગળું દબાવી દીધું. પૌત્રને બદલે પૌત્રીનો જન્મ થતાં તે ગુસ્સે ભરાઈ હતી. પોલીસે આ કેસમાં દાદીની ધરપકડ કરી છે. મહિલાનો આરોપ છે કે આમાં તેનો પતિ પણ આમાં સામેલ છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 દિવસની પૌત્રીનું તેની જ દાદીએ ગળું દબાવી હત્યા કરી નાખી છે. દાદી ઈચ્છતા હતા કે પૌત્ર હોય પરંતુ પુત્રવધૂએ માસૂમ બાળકીને જન્મ આપ્યો હતો. માસૂમ બાળકી જન્મથી વિકલાંગ હતી, જેના કારણે દાદી વધુ ગુસ્સે થઈ ગયા હતા. તકનો લાભ ઉઠાવીને તેમણે 3 દિવસની બાળકીની હત્યા કરી નાખી. આ બાબતનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. કંપુ પોલીસે આરોપી મહિલા દાદીની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો-
હકીકતમાં, ગ્વાલિયરના બહોદાપુર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને 23 માર્ચે લેબર પેઈનને કારણે સરકારી કમલરાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ ત્યાં પુત્રીને જન્મ આપ્યો હતો. દીકરી જન્મજાત વિકલાંગતા સાથે જન્મી હતી. આ વાતથી મહિલાના સાસુ ગુસ્સે થઈ ગયા. સાસુને પૌત્રની આશા હતી પણ પૌત્રી જન્મી હતી આ સાથે દિવ્યાંગ નીકળી. 26 માર્ચની રાત્રે દાદીએ તેમની નવજાત પૌત્રીને તેની સાથે હોસ્પિટલમાં સૂવડાવી હતી. 27 માર્ચની સવારે તે નવજાત બાળકીનું મૃત્યુ થયું હતું.

માતાએ સાસુ પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી-
બાળકીના મોત બાદ મહિલાએ તેના માતા-પિતાને હોસ્પિટલ બોલાવ્યા હતા. સાસુ પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આ પછી તેના માતા-પિતાએ સાસુને માર માર્યો હતો. મહિલાના પતિએ તેની માતાને ટેકો આપતાં મૃત છોકરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ન કરાવવા પર અડગ હતો. મહિલાએ પોલીસને ફરિયાદ કરી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.

ગળું દબાવીને હત્યા-
ગુરુવારે, નવજાત બાળકીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. શંકાના આધારે મૃતક યુવતીની દાદીની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે તેની 3 દિવસની પૌત્રીની ઘાતકી હત્યાના ગુનામાં કળયુગી દાદીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

23 દિવસ પછી જાહેર-
બાળકીની માતા કાજલ ચૌહાણે કહ્યું કે તેણે 23 માર્ચે ઓપરેશન બાદ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકી જન્મથી જ વિકલાંગ હતી. સાસરિયાઓને છોકરો જોઈતો હતો. મારી સાસુનું મારા પ્રત્યેનું વર્તન શરૂઆતથી જ ખરાબ હતું. મમ્મી મારી સાથે હોસ્પિટલમાં હતી. 26મીએ રાત્રે મારી દીકરી સૂઈ ગઈ હતી. તે જ રાત્રે તેઓએ તેને મારી નાખી હતી. 27મીએ સવારે મેં તેને એક-બે વાર પૂછતાં તેમણે મને આપી ન હતી. તેઓ મને વારંવાર કહેતા હતા કે તે સૂઈ રહી છે.

માતાએ કહ્યું કે જ્યારે મારા મામા અને માસી આવ્યા અને તેમને બાળકીને છીનવી લીધી ત્યારે તે હલન ચલન કરતી ન હતી. આ પછી જ્યારે તેઓ ડોક્ટર પાસે ગયા તો તેમણે તેને મૃત જાહેર કરી હતી. મહિલાએ કહ્યું કે મારા પતિ પણ આમાં સામેલ છે. તેમને પણ એક છોકરો જોઈતો હતો. મહિલાએ જણાવ્યું કે મારા લગ્ન 10 મે 2023ના રોજ થયા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news