ગે ડેટિંગ એપ પર ચેટિંગ કરવું ભારે પાડ્યું! રત્નકલાકારનો નગ્ન વીડિયો ઉતારી 1.80 લાખ પડાવ્યા
સુરત જીલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં 35 વર્ષીય રત્નકલાકાર રહે છે. રત્નકલાકારે પાંચેક દિવસ અગાઉ પ્લે સ્ટોરમાંથી ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લીકેશન ડાઉનલોડ કરી મિત્રો બનાવી ચેટીંગ શરુ કર્યું હતું.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં કામરેજ વિસ્તારમાં રેહતા રત્નકલાકાર ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લીકેશન ઉપર ચેટ કરી એક યુવાનને મળવા ગયા હતા. જ્યાં આરોપીઓએ રત્નકલાકારનો નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી 1.80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી 80 હજાર રૂપિયા રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જીલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં 35 વર્ષીય રત્નકલાકાર રહે છે. રત્નકલાકારે પાંચેક દિવસ અગાઉ પ્લે સ્ટોરમાંથી ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લીકેશન ડાઉનલોડ કરી મિત્રો બનાવી ચેટીંગ શરુ કર્યું હતું. આ દરમિયાન 1લી ઓગસ્ટના રોજ અજાણ્યાએ હાઈનો મેસેજ કરી ચેટ કર્યા બાદ વરાછા જગદીશ નગર સ્થિત જાનકી જવેલર્સ પાસે મળવા બોલાવ્યો હતો. જેથી રત્નકલાકાર ગયો હતો જ્યાં અજાણ્યા વ્યક્તિને મળ્યો હતો.
આ દરમિયાન અજાણ્યો તેને જગદીશ નગરના એક મકાનમાં લઇ ગયો હતો. જ્યાં રત્નકલાકાર બેઠો કે તાત્કાલિક જ ત્રણ અજાણ્યા રૂમમાં ઘૂસી આવ્યા હતા અને અહી કેમ આવ્યા છો? શું કરો છો? એમ કહી રત્નકલાકારનો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં ધાક - ધમકી આપી પર્સ માંગ્યું હતું. રત્નકલાકારે પર્સ ન હોવાનું જણાવી મોબાઈલ ફોન લુંટી લઇ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાસવર્ડ મેળવી લીધો હતો.
બાદમાં ગ્રાઈન્ડર નીયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લીકેશન ડીલીટ કરી ગુગલ પેનો પાસવર્ડ લઇ અલગ અલગ બેંક અકાઉન્ટમાં કુલ 1.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.આ સાથે કોઈને જાણ કરશે તો મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી રત્નકલાકાર ડરી ગયો હતો. બાદમાં ઘટનાની જાણ તેના મિત્રને કરી હતી. અને જે બેંક અકાઉન્ટમાં પેસા ટ્રાન્સફર થયા તે અંગે બેંકમાં તપાસ કરી હતી.
આ દરમ્યાન 50 હજાર રૂપિયા ભરત જેઠા ગોહિલના ખાતામાં 1 લાખ રૂપિયા મયુર બળદેવ પરમારના ખાતામાં અને 30 હજાર રોહિત નારણ વંશના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ રત્નકલાકારે વરાછા પોલીસ મથકમાં કરી હતી જેથી વરાછા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી બે આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે મયુર બળદેવ પરમાર અને રોહિત નારણ વંશની ધરપકડ કરી છે અને 80 હજાર રૂપિયા રીકવર કર્યા છે. હાલ પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે