ચેતી જજો...ગુજરાત સહિત દેશના 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી, આ રીતે ખરીદી ભારે પડશે!

સુરતના વરાછા વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના બની છે. ફેસબુક ઉપર રમકડાં વેચવાના બહાને છેતરપિંડીની ઘટના સામે આવી છે. માત્ર 389 રૂપિયામાં રમકડાંની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરી છે. અલગ અલગ 3500 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ઘટનામાં વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ફેસબુક પર દર બે દિવસે આઈડી બદલી ડીલીટ કરતા હતા. વરાછા પોલીસે ગુનો નોંધી ત્રણેને ઝડપી પાડ્યા છે. 

ચેતી જજો...ગુજરાત સહિત દેશના 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી, આ રીતે ખરીદી ભારે પડશે!

ચેતન પટેલ/સુરત: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ facebook માં ડમી વેબસાઈટો બનાવી જાહેરાતો આપી દેશ ભરના લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીને વરાછા પોલીસે ઝડપી પાડી છે આ ટોળકી દ્વારા અંદાજિત 3500 થી વધુ લોકો પાસેથી સસ્તા ભાવે રમકડા આપવાના નામે રૂપિયા ઉસેટી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બે દિવસની અંદર આ વેબસાઈટ બંધ કરી દેવામાં આવી હતા. હાલ તો આ સમગ્ર ઘટનામાં પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 

પેમેન્ટ થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં મૂકેલી વેબસાઈટ ડીલીટ
જો તમે સોશિયલ મીડિયા થકી સસ્તા ભાવે કોઈ ચીજવસ્તુ લેતા હોવ તો ચેતી જજો, કારણ કે તમે પણ ઠગ ટોળકીનો નિશાન બની શકો છો. થોડા સમય પહેલા ફેસબુકમાં flipkart નામની ડમી વેબસાઈટ મારફતે રમકડા સસ્તા ભાવે આપવાની એક જાહેરાત કરવામાં આવી હતી જેમાં ૪૫૦૦ રૂપિયાનો રમકડું માત્ર 389 રૂપિયામાં મળશે તેવી લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. આ લોભામણી જાહેરાતને થકી સાગર જોશી નામના ફરિયાદીએ ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો અને ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જોકે પેમેન્ટ થઈ ગયા બાદ એકાએક જ સોશિયલ મીડિયામાં મૂકેલી વેબસાઈટ ડીલીટ મારી દેવામાં આવી હતી. 

ટોળકીના ત્રણ જેટલા આરોપીઓ હાથે લાગ્યા
વેબસાઇટ ડીલીટ માર્યા હોવાની જાણ થતા ની સાથે જ પોતે ઠગ ટોળકીના હાથે છેતરાઈ ગયા હોવાની ગદ્ય સાગરભાઇ ને થઈ ગઈ હતી સાગરભાઇએ આ અંગે વરાછા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વરાછા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી તપાસ કરતાં પોલીસના હાથે આ ટોળકીના ત્રણ જેટલા આરોપીઓ હાથે લાગ્યા હતા. 

ટોળકીએ વેબસાઈટ થકી 3500થી વધુ લોકોને નિશાન બનાવ્યા
પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ નિખિલ સાવલિયા, અવનીક વઘાસિયા અને ભુરીયો દાવડા જણાવ્યું હતું. પોલીસે આરોપીઓના લેપટોપ અને બેંક ખાતાની પાસબુક કબજે કરી તપાસ કરતા આ ટોળકી 389 રૂપિયાના કિંમતના રમકડા વેચવાના નામે રૂપિયા 13.83 લાખ ની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું. આ ટોળકીએ વેબસાઈટ થકી 3500થી વધુ લોકોને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. 

ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ
હાલ તો આ સમગ્ર બનાવને લઈને વરાછા પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ટોળકી દ્વારા સુરતના એક પણ વ્યક્તિને આ રમકડું વેચતા ન હતા. સુરતની બહાર આવેલા શહેરો તથા અન્ય રાજ્યના લોકોને જ નિશાન બનાવતા હતા માત્ર 389 ની રકમ હોય જેને કારણે અન્ય શહેરો કે રાજ્યમાં રહેતા લોકો ફરિયાદ ન કરશે તેવી ધારણા આ ઠગ ટોળકીને હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news