બોડેલી તાલુકાની વાસ્તવિક જોઇ તમે કહેશો શું આ રીતે “ભણશે ગુજરાત,આગળ વધશે ગુજરાત”

શિક્ષણની વાત આવે ત્યારે આપણી સરકાર અને નેતાઓ “ભણશે ગુજરાત”,આગળ વધશે “ગુજરાત”ના સૂત્રો સાથે મેદાનમાં નીકળી પડે છે. આ જ જાહેરાતો પાછળ દર વર્ષે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે પણ છે. પરંતુ રાજ્યના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લામી વાસ્તવિકતા કઇક અલગ જ જોવા મળે છે.

બોડેલી તાલુકાની વાસ્તવિક જોઇ તમે કહેશો શું આ રીતે  “ભણશે ગુજરાત,આગળ વધશે ગુજરાત”

સલમાન મેમણ, છોટાઉદેપુર: એક તરફ ગુજરાત સરકાર દ્વારા ”સૌ ભણે સૌ આગળ વધે” ની વાતો કરી રહ્યું છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા પણ શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની વાસ્તવિકતા કઈ અલગ છે બોડેલી તાલુકાની નવા ધનપુર પ્રાથમિક જર્જરિત શાળામાં અભ્યાસ લેવા મજબુર બન્યા છે જ્યારે નંદ ઘર (આંગણવાડી) ની અધૂરી કામગીરીને લઈ વાલીમાં નારાજગી જોવાઇ રહી છે.

શિક્ષણની વાત આવે ત્યારે આપણી સરકાર અને નેતાઓ “ભણશે ગુજરાત”,આગળ વધશે “ગુજરાત”ના સૂત્રો સાથે મેદાનમાં નીકળી પડે છે. આ જ જાહેરાતો પાછળ દર વર્ષે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે પણ છે. પરંતુ રાજ્યના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લામી વાસ્તવિકતા કઇક અલગ જ જોવા મળે છે. અમે આજે તમને એવી જ એક શાળાની વાસ્તવિકતા જણાવી રહ્યા છીએ. જેને જોયા બાદ તમે કહેશો કે, જાહેરાતોમાં નહીં પરંતુ અહીં રૂપિયાનો ઉપયોગ કરો તો. “ગુજરાત ભણશે” અને આગળ વધશે. 

બોડેલી તાલુકામાં આવેલ નવા ધનપુર વસાહત ગામ કે જ્યાં ગામની વચ્ચોવચ શાળા છે અને આ શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે. નવા ધનપુર પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. આ શાળામાં મોટી સંખ્યામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. શાળા ના કમ્પાઉન્ડ તેમજ શાળાની દીવાલો માં તીરડો નજરે પડી રહી છે. પતરાવાળા ઓરડાની છતના હોલ પડી ગયા હોવાથી ચોમાસાના સમયે પુષ્કળ પ્રમાણ પાણી પડે છે અને ખાસ કરીને બાળકોના પીવા ના પાણી માટે મોટો સવાલ છે પાણીની ટાંકી જે તે પણ જોખમકારક છે જ્યારે શાળામાં પાણી ન હોઈ પાણીના કુલર મગાવી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ ઉપરાંત બાળકો પણ પોતાના ઘરેથી પાણી લઈ આવે છે.

શાળાની આજુબાજુ કોટ પણ છે તેમાં પણ તિરાડો પડી ગયેલા છે જો બાળકો રમત રમતા હોઈ અને કોઈક કારણોસર દીવાલ પડે અને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? આ ઉપરાંત સૌચાલય માટે પણ કોઈ વ્યવસ્થા નથી શાળા જર્જરિત હોવાના કારણે શિક્ષિકા સહિત વાલીઓ ઓન સતત ડર અનુભવી રહ્યા છે જ્યારે વિધાર્થીઓ પણ જીવના જોખમેં અભ્યાસ કરી રહ્યા છે સતત ડર અનુભવતી શિક્ષિકાએ તંત્રમાં રજૂઆત કરી છે પણ આજ દિન શુધી કોઈ નિકાલ આવ્યો નથી. 

શાળાના મુખ્ય શિક્ષિકા ભગવતીબેન પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનો સહિત વાલીઓએ શાળામાં બાળકોને પડતી મુશ્કેલીને લઈ તંત્રમાં રજૂઆતો કરી પણ તેમની વાત સભાળવામાં આવતી ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. જોકે જૂની જર્જરિત શાળા ન રિપેરિંગ કે રીનોવેશન તો કરવામા ન આવ્યું. પરંતુ આજથી વર્ષો પહેલા ઓરડા આપ્યા જેમાં એક પણ દિવસ બાળકો બેસ્યા નથી અને આજે એ શાળાના ઓરડા જર્જરિત થઈ ગયા છે . આ બંને રૂમો પણ બિસ્માર બન્યા છે. જે સરકારે ખર્ચ કર્યો તે ખર્ચ પાણી મા ગયો હોય તેમ લાગી રહ્યું છે ઓરડામાં માત્ર ને માત્ર કાટમાળ પડ્યો છે.

વધુમા આજ પરિસરમા નંદઘર દોઢ વર્ષ પૂર્વે બનાવ્યું કે જયાં ગામના નાના ભૂલકા અહી આવી પોતાના ભવિષ્ય ની શરૂઆત કરે પણ તે નંદઘર પણ કોઈક કારણોસર શરૂ ન થતા વાલીઓમાં નારાજમાં નારાજગી જોવા મળી રહી છે. જ્યારે બાલ મંદિરના બાળકોને ગામના એક ખાનગી મકાનમા બેસાડવામા આવે છે. નંદ ઘર ઉદ્ધાટનની રાહ જોતા જોતા બિસમાર બની જશે તેમ લાગી રહ્યું છે. બાળકો માટે ના તો અહી રમવા માટેની કોઈ વ્યવસ્થા છે કે ના અહી રમત ગમતના સાધન .એક તરફ પડું પડું થઈ રહેલ શાળાની દીવાલ તો બીજી બાજુ જાનવરોના કરડવાનો ડર. - રમેશ ભાઈ રાઠવા – વાલી

દેશના ભાવિનું ઘરડત વર્ગખંડમાં કરવામાં આવતું હોય છે તેમજ સરકાર બાળકોનું શિક્ષણ સ્તર ઊચું આવે તે માટે કરોડો ખર્ચ કરે છે પણ સરકારી બાબુઓ ની બેદરકારી નો ભોગ ગામના બાળકો બની રહયા છે. જો આજ સ્થતી રહી તો કેમ કરી ને આ ગામ ના બાળકો મન મૂકી ને કરશે અભ્યાસ તે પણ અહીં સવાલ ઉભો થાય છે. ગિરીશ ભાઈ રાઠવા – વાલી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news