UNમાં આ વર્ષે ઈમરાનનું ભાષણ રહ્યું સૌથી લાંબુ, પરંતુ આ નેતાનો રેકોર્ડ તોડી શક્યા નહીં
સંયુક્ત રાષ્ટ્રમાં સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીના નામે નોંધાયેલો છે. તેમણે વર્ષ 2009માં 9 કલાક કરતાં પણ વધુ સમય સુધી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું ભાષણ આપ્યું હતું. વર્ષ 2011માં આરબ ક્રાંતિના સમયમાં લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીની સત્તાનું પતન થયું હતું અને તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની(UNGA) બેઠકમાં સૌથી લાંબુ ભાષણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું(Imran Khan) રહ્યું છે. તેમણે 50 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. સૌથી નાનું ભાષણ આફ્રિકાના દેશ રવાન્ડાનું(Rwanda) રહ્યું છે. રવાન્ડાના પ્રતિનિધિએ માત્ર 7 મિનિટનું ભાષણ આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની બેઠકમાં કુલ 190 દેશના પ્રતિનિધિઓએ પોતાની વાત રજુ કરી હતી. ભાષણ આપનારામાં 91.8 ટકા પુરુષ અને 8.2 ટકા મહિલાઓ હતી.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં(UN) સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીના નામે નોંધાયેલો છે. તેમણે વર્ષ 2009માં 9 કલાક કરતાં પણ વધુ સમય સુધી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું ભાષણ આપ્યું હતું. વર્ષ 2011માં આરબ ક્રાંતિના સમયમાં લીબિયાના સરમુખત્યાર કર્નલ ગદ્દાફીની સત્તાનું પતન થયું હતું અને તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
બાળ ગરીબી દૂર કરવા આહ્વાન
આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગરીબી નાબૂદ કરવા માટે બાળકોને સશક્ત બનાવવા આગ્રહ કર્યો છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, ગુરૂવારે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ નિમિત્તે પોતાના સંદેશમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે જણાવ્યું કે, બાળકો પુખ્ત વયના લોકોની સરખામણીમાં ગરીબીનો બેવડો માર સહન કરી રહ્યા છે. ગરીબી અનેક બાળકોને આજીવન નુકસાન પહોંચાડે છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, વિશ્વમાં છોકરીઓના માતે પણ સૌથી મોટું જોખમ છે. તેમણે કહ્યું કે, "દરેક નવા વર્ષે એક બાળકી સ્કૂલમાં રહેવા દરમિયાન તેની જીવનભરની સરેરાશ આવક વધી જાય છે, તેનાં લગ્ન વહેલા થવાની સંભાવના ઘટી જાય છે અને તેનાં બાળકો માટે સ્પષ્ટ રીતે આરોગ્ય અને શિક્ષણનો ફાયદો થવાની સંભાવના વધી જાય છે. આથી આ બાળકી ગરીબીના ચક્રને તોડવામાં મહત્વપૂર્ણ કારક બની જાય છે."
ગુટેરસે જણાવ્યું કે, આજે પણ લગભગ બે તૃતિયાંશ બાળકો સુધી સામાજિક સુરક્ષા પહોંચતી નથી. તેમણે કહ્યું કે, નોકરીની વ્યવસ્થા સાનુકૂળ હોવી જોઈએ, માતા-પિતાને રજા અને ચાઈલ્ડકેર સપોર્ટ સહિત પરિવાર સંબંધિત નીતિઓ પણ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, 1993થી દર વર્ષે 17 ઓક્ટોબરનો દિવસ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ તરીકે ઉજવાય છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે