RR સેલમાંથી સરકાર માંડ છુટી ત્યાં CID ના તોડ સેલનો સપાટો, વેપારીઓ ત્રાહીમામ

રાજ્યભરમાં સીઆઇડી ક્રાઇમના CFCL સેલ દ્વારા બ્રાન્ડેડ કંપનીઓના લોગો સાથે બનાવટી ચીજ વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ સામે રેડ કરવામાં આવી છે. હાલમાં જ અમદાવાદ ગાંધીનગર, સુરત સહિત અનેક વિસ્તારોમાં આવા વેપારીઓ સામે રેડ કરવામાં આવી.જો કે હવે આ રેડ કરનાર અધિકારીઓ સામે આક્ષેપો થઇ રહ્યા છે. વેપારીઓના આક્ષેપ અનુસાર સીઆઇડી ક્રાઇમની કામગીરી અને તોડકાંડ અંગેની હકીકતો સામે આવી શકે છે. 

Updated By: Feb 2, 2021, 07:00 PM IST
RR સેલમાંથી સરકાર માંડ છુટી ત્યાં CID ના તોડ સેલનો સપાટો, વેપારીઓ ત્રાહીમામ

મૌલિક ધામેચા/અમદાવાદ : રાજ્યભરમાં સીઆઇડી ક્રાઇમના CFCL સેલ દ્વારા બ્રાન્ડેડ કંપનીઓના લોગો સાથે બનાવટી ચીજ વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ સામે રેડ કરવામાં આવી છે. હાલમાં જ અમદાવાદ ગાંધીનગર, સુરત સહિત અનેક વિસ્તારોમાં આવા વેપારીઓ સામે રેડ કરવામાં આવી.જો કે હવે આ રેડ કરનાર અધિકારીઓ સામે આક્ષેપો થઇ રહ્યા છે. વેપારીઓના આક્ષેપ અનુસાર સીઆઇડી ક્રાઇમની કામગીરી અને તોડકાંડ અંગેની હકીકતો સામે આવી શકે છે. 

લિફ્ટનાં બહાને વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ કરનારને કોર્ટે એવી સજા ફટકારી કે...

અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વેપારીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજીને સીઆઇડી ક્રાઇમના કેટલાક અધિકારીઓ દ્વારા ધમકી અને તોડ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. વેપારીઓના દાવા અનુસાર બનાવટી ચીજ વસ્તુઓના વેપાર બાદ પણ પોલીસ અને સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા વારંવાર કનડગત કરવામાં આવે છે. એટલું જ નહી રેડ દરમિયાન વેપારીઓનાં મોબાઇલ કબ્જે કરીને દુકાનમાં લાગેલા સીસીટીવી બંધ કરવા પણ દબાણ કરવામાં આવે છે. 

જો તમે વેપારી છો ને દરોડા પડે તો સાવધાન! નકલી પોલીસ અને ગ્રાહક સુરક્ષા અધિકારીઓની ભરમાર

એક તરફ નકલી પોલીસ અને અધિકારીઓના નામે થતા તોડથી વેપારીઓ પહેલાથી જ પરેશાન છે. પોલીસ દ્વારા પણ વેપારીઓને સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવે છે. તેવામાં આ પ્રકારની સીઆઇડી ક્રાઇમની ટીમો દ્વારા જ સીસીટીવી બંધ કરાવવા અને કોઇને ફોન નહી કરવા દેવા જેવી પ્રવૃતિના કારણે વેપારીઓ સાશંક અને પરેશાન છે. આ ઉપરાંત મુદ્દામાલમાં પણ મોટો ફરક રહેતો હોવાનો પણ વેપારીઓનો આક્ષેપ છે. હાલમાં જ ગીતામંદિર મોબાઇલ માર્કેટમાં, ઘીકાંટા કાપડ બજારમાં અને કલોલમાં પણ એક કાપડની દુકાનમાં સીઆઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જેને પગલે વેપારીઓનો આક્ષેપ છે કે, કબ્જે લેવાયેલ મુદ્દામાલ કરતા હકીકતમાં મુદ્દામાલ ઓછો બતાવીને સીઆઇડીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ વસ્તુને સગેવગે કરી દેવામાં આવે છે. વેપારીઓ દ્વાર એવો પણ આક્ષેપ છે કે, સીઆઇડી ક્રાઇમના પોલીસ ઇન્સપેક્ટર શિલ્પા એમ ચૌધરી, એએસઆઇ વી.એમ ચૌધરી અને પીએસઆઇ એસ.એ પાટીલની ટીમ જ્યારે પણ રેડ કરવા આવે છે ત્યારે સીસીટીવી બંધ કરાવી ડરાવી ધમકાવીને તોડ કરવાની વાત કરે છે.

12 વર્ષનો માનવરાજસિંહ બન્યો ‘યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત’

વેપારીઓએ આ હકીકત અંગેની રજુઆત ડીજીપી અને પોલીસ કમિશ્નર સુધી કરી છે. હવે તેઓ મીડિયા સામે પણ આવીને ખુલીને પોલીસ વિભાગ ખાસ કરીને સીઆઇડી ક્રાઇમ સામે ચોંકાવનારા આરોપો લગાવી રહ્યા છે. એક તરફ જ્યારે સરકાર સુશાસન અને કલંક મુક્ત ગુજરાતની વાતો કરે છે ત્યારે પોલીસ દ્વારા સીઆઇડી CFCL સેલનાં નામે તોડ સેલ બનાવી દીધો હોય તેવું વેપારીઓ અનુભવી રહ્યા છે. જો કે બેશરમીની હદ તો ત્યારે થાય છે જ્યારે ZEE 24 Kalak દ્વારા સીઆઇડી ક્રાઇમના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો અધિકારીએ બેશરમી કરતા જણાવ્યું કે, હાલ મારી પાસે સમય નથી.

પોપટ ફતેપરાનો સણસણતો આરોપ, દર ચૂંટણીમાં ખોડલધામના નરેશ પટેલનું જ નામ કેમ સામે આવે છે?

કલોલનાં એક વેપારી અશ્વિન પટેલે દર્દનાક હકીકત જણાવતા કહ્યું કે, મે આ વેપાર કરવા માટે લાખો રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે થોડા જ દિવસોમાં સીઆઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સીઆઇડી ક્રાઇમ આખી દુકાનનો માલ સામાન જપ્ત કરીને જતી રહી હતી. જો કે આ કરોડોનો માલ તેમણે જ્યારે દર્શાવ્યો ત્યારે તે માત્ર લાખોમાં જ હતો. આ ઉપરાંત સીઆઇડીના અધિકારી પાસે તેને આઇકાર્ડ માંગવાની ભુલ કરી અને વિફરેલા અધિકારી તેના સીસીટીવીનાં ડીવીઆર પણ જપ્ત કરીને જતા રહ્યા હતા. જેના કારણે હાલ વેપારી કોઇ ધંધો તો નથી જ રહ્યો પણ વ્યાજ ભરવાના પણ ફાંફા પડી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube