Coronaનો કહેર : પોલીસે હિજરત કરતા શ્રમિકોને અટકાવતા ફાટી નીકળ્યું ઘર્ષણ

લોકડાઉનને પગલે જાહેર કરાયેલી પરિસ્થિતિ વધારે વણસી છે. લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા છે ત્યારે સુરતમાં પરપ્રાંતિયો દ્વારા પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. 

Coronaનો કહેર : પોલીસે હિજરત કરતા શ્રમિકોને અટકાવતા ફાટી નીકળ્યું ઘર્ષણ

તેજશ મોદી, સુરત : લોકડાઉનને પગલે જાહેર કરાયેલી પરિસ્થિતિ વધારે વણસી છે. લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા છે ત્યારે સુરતમાં પરપ્રાંતિયો દ્વારા પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પાંડેસરાના વડોદગામથી પોતાના વતન યુપી જવા પગપાળા નીકળેલા 800થી 1000 લોકોને પોલીસે અટકાવ્યા હતાં. પોલીસની સમજાવટથી શ્રમિકો માન્યા નહોતા અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કડક હાથે કામ લેતા શ્રમિકોએ પણ પથ્થરમારો કર્યો હતો. 

આ ઘટના પછી પોલીસે કંટ્રોલરૂમ પર ફોન કરીને વધુ ફોર્સ મંગાવી હતી. આ ઘટનામાં 3 પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયાં હતાં તો સામા પક્ષે પોલીસે પણ તોફાને ચડેલા શ્રમિકોને નિયંત્રણમાં લેવા માટે 5 ટિયરગેસ છોડ્યા હતા અને એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. રાત્રે 11:30 વાગ્યે થયેલા આ બબાલને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ પેદા થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે સ્થાનિક નેતાઓ અને સ્વંય સેવી સંસ્થાઓ દ્વારા કેટલાક લોકો માટે એક કે બે દિવસ માટે ભોજનની વ્યવસ્થા થઈ જાય છે. જયારે મોટેભાગના લોકોએ ભૂખા રહેવું પડે છે. જરૂરીયાત મંદો સુધી ભોજન અને અનાજ પહોંચાડવા માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા થઇ નથી. કેટલીક મિલો દ્વારા કર્મચારીઓ અને મજદૂરો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ છે. જો કે કેટલાક મિલ માલિકોએ 15 દિવસનો પગાર અટકાવી દીધો છે, જેથી મજૂરો પોતાના ગામ ન જઈ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news