CM રૂપાણીએ ભદ્રકાળી માતાની પુજા કરી ગુજરાતની પ્રગતિના આશિર્વાદ માંગ્યા
નવાવર્ષનો આજથી પ્રારંભ થયો છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા.
Trending Photos
અમદાવાદ : નવાવર્ષનો આજથી પ્રારંભ થયો છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા. આ સાથે તેમના પત્ની અંજલિબેન રૂપાણી પણ ભદ્રકાળી માતાના મંદિરે પુજા અર્ચના અને આરતી કરી હતી. નવા વર્ષનાં પ્રારંભે શહેરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વિવિધ મંદિરોમાં અન્નકુટથી માંડીને શણગારનાં દર્શનનો લાભ મળે છે. નવાવર્ષે દર્શન કરવા માટે શહેરના નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. નવા વર્ષનો પ્રારંભ માતાજીના દર્શન કરી સમગ્ર વર્ષે સુખ અને શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી મનોકામના મુખ્યમંત્રી સહિત ભક્તોએ કરી હતી.
મુખ્યમંત્રી સાથે અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, દરવર્ષની પરંપરા અનુસાર ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે ભાજપ આગેવાનો પુજા અને આરતી કરે છે. માતાને પ્રાર્થના કરી છેકે સદા માતાજીના આશિર્વાદ ગુજરાતને મળતી રહે. ગુજરાત સલામત, સુખ સમૃદ્ધ બને તેવી પ્રાર્થના કરે છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ગુજરાતનાં તમામ નાગરિકોને શુભકામના પાઠવી છે. તો અમદાવાદના મેયર બિજલ પટેલે પણ સુખ, શાંતિ અને સમૃદ્ધઇ સાતે સલામતી માટે પ્રાર્થના કરી હતી.
મોરબીના નકલંક દાદાને ધરાવાયો અન્નકૂટ, 100થી વધુ ગામના લોકો ઉમટ્યા
મંદિરનાં પુજારીએ જણાવ્યું કે, દર નવાવર્ષે ભક્તોનો ભારેભીડ જોવા મળે છે. નવુ વર્ષ હોવાથી નગરજનો નગરદેવીનાં દર્શને આવે છે. આ વર્ષે માતાજી સિંહાસન પર બિરાજમાન હોય તેવો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. નવા વર્ષે માતાજીના દર્શનનો અનોખો મહિમા છે. દર નવાવર્ષે 12 લાખ જેટલા ભક્તો માં ભદ્રકાળીના દર્શન નવા વર્ષે કરતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભદ્રકાળી મંદિર જ નહી શહેરનાં અન્ય મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. અલગ અલગ મંદિરોમાં ભક્તોને અન્નકુટનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે