દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુ બીચની માન્યતા બાદ કલેક્ટરે લહેરાવ્યો બ્લુ ફ્લેગ
Trending Photos
દ્વારકા: શિવરાજપુરના દરિયાને બ્લુ બીચ જાહેર કરવામાં આવી ચુક્યો છે. જેના પગલે દ્વારકા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા બીચ પર પહેલીવાર બ્લુ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો. આ બીચને માન્યતા આપતા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચની વિશિષ્ટતા પારખવામાં આવી હતી. અહીં દરિયાનું પાણી ખુબ જ સ્વચ્છ, આ ઉપરાંત દરિયા કિનારો પણ એટલો જ સ્વચ્છ અને વિવિધતાસભર દરિયાઇ જીવસૃષ્ટિ, સુર્યોદય અને સૂર્યાસ્તનાં મનોરમ્ય દ્રશ્યથી કોઇ પણ વ્યક્તિ મોહિત કરવા પુરતુ છે.
આ બીચ સ્કુબા ડાઇવિંગ માટે પણ ખુબ જ અનુકુળ છે, આ ઉપરાંત દરિયાઇ જીવસૃષ્ટિમાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે આ ઉપરાંત સંશોધકો અને યુવાન સાહસિકોને આકર્ષે તેવી તમામ સુવિધાઓ સહિતના મુદ્દે અહીંના બીચને બ્લુ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આજે દ્વારકા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના, પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા અને બીચના સ્ટાફની હાજરીમાં અહીં બ્લુ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો.
આ અંગે કલેક્ટરે વાતચીતમાં જણાવ્યું કે, બીચ હવે ધીરે ધીરે ગુજરાતમાં પ્રસિદ્ધ થઇ રહ્યો છે તેમ તેમ મોટા પ્રમાણમાં અહીં લોકો આવી રહ્યા છે. લોકો અહીં આવે અને રોકાવા ઇચ્છતા હોય તો અહીં રહેવા માટેની સગવડ પણ ઉભી કરવામાં આવી છે. નવપરણિત યુગલ, યુવાનો અને સિનિયર સિટીઝન અહીં પ્રકૃતિની ગોદમાં રહી શકે કે રજાઓ ગાળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. અહીં હોટલથી માંડીને ભોજન સુધીની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે