બીજેપીના સાંસદ સી.આર.પાટીલ સામે થઇ આચાર સહિતતા ભંગની ફરિયાદ

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે ત્યારે ચુંટણી પંચ દ્વારા ઇલેકશનને લઇને ગાઇડ લાઇન પાડવામા આવી છે. જો કે આ ગાઇડલાઇનનું બીજેપી સાસંદ સી.આર. પાટીલ દ્વારા ઉલ્લઘન કરવામાં આવી હોવાની ફરિયાદ કોગ્રેસના કોર્પોરેટર દ્વારા ચુંટણી પંચને કરવામા આવી છે.
 

બીજેપીના સાંસદ સી.આર.પાટીલ સામે થઇ આચાર સહિતતા ભંગની ફરિયાદ

ચેતન પટેલ/સુરત: લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે ત્યારે ચુંટણી પંચ દ્વારા ઇલેકશનને લઇને ગાઇડ લાઇન પાડવામા આવી છે. જો કે આ ગાઇડલાઇનનું બીજેપી સાસંદ સી.આર. પાટીલ દ્વારા ઉલ્લઘન કરવામાં આવી હોવાની ફરિયાદ કોગ્રેસના કોર્પોરેટર દ્વારા ચુંટણી પંચને કરવામા આવી છે.

ચુંટણી પંચ દ્વારા ઇલેકશનને લઇને ગાઇડલાઇન બહાર પાડવામા આવી છે. જેમા કોઇ પણ પક્ષ દ્વારા ઇલેકશન દરમિયાન સૈન્યના જવાનો અથવા સૈન્યનો પ્રચાર માટે ઉપયોગ નહિ કરી શકે. ત્યારે નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા પોતાના ફેસબુક પેજ પર સેના હવે બનશે મજબુત કરીને એક પોસ્ટ મુકવામા આવી હતી.

FB-Post-Of-CR-Patel.jpg

જોતજોતામાં આ ટ્રાફિક પોલીસનો FAKE VIDEO આખા વડોદરામાં વાયુવેગે ફેલાઈ ગયો

આ પોસ્ટમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સૈન્યના જવાન તથા મિસાઇલનો ફોટો મુકવામા આવ્યો હતો. જે અંગેની જાણ કોગ્રેસી કોર્પોરેટરને થતા તેમને આ અંગે આચાર સહિતતા ભંગની ફરિયાદ કલેકટર અને ચુંટણી પંચને કરી હતી. આ ઉપરાત આ બનાવમા યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

 

આ સમગ્ર બનાવ અંગે જ્યારે બીજેપી સાંસદ સીઆરપાટિલને પુછવામા આવ્યુ ત્યારે તેઓ આ બનાવથી અજાણ હોવાનું નિવેદન આપ્યુ હતુ તથા તેઓએ આ પ્રકારની પોસ્ટ મુકી હોય તેવુ તેમને ખ્યાલ ન હતુ. આ ઉપરાંત તેઓએ પોતાના બચાવમા જણાવ્યુ હતુ કે તેઓ હજી સુધી ઉમેદવાર જાહેર થયા નથી. જેથી આચાર સહિતતાનો ભંગ નહિ ગણાશે. હવે જોવાનુ એ રહ્યુ કે ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા કયા પ્રકારના પગલા લેવામા આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news