આગળ ભાજપ પાછળ કોંગ્રેસ? સી.આર પાટીલની રેલી બાદ અમિત ચાવડા બનાસકાંઠાની મુલાકાતે

 ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે બનાસકાંઠાની મુલાકાત દરમિયાન સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને અંબાજી મંદિરે દર્શને પહોંચતા બ્રહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી તેમનો સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ અમિત ચાવડાએ માં અંબાના દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા હતા. જ્યાં અમિત ચાવડાએ મંદિરમાં દર્શન કરી માતાજીની કપૂર આરતી કરી હતી. માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ અમિત ચાવડાએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી પૂજારીના પણ આશીર્વાદ લીધા હતા. 

આગળ ભાજપ પાછળ કોંગ્રેસ? સી.આર પાટીલની રેલી બાદ અમિત ચાવડા બનાસકાંઠાની મુલાકાતે

પરખ અગ્રવાલ/ડીસા : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે બનાસકાંઠાની મુલાકાત દરમિયાન સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને અંબાજી મંદિરે દર્શને પહોંચતા બ્રહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી તેમનો સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ અમિત ચાવડાએ માં અંબાના દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા હતા. જ્યાં અમિત ચાવડાએ મંદિરમાં દર્શન કરી માતાજીની કપૂર આરતી કરી હતી. માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ અમિત ચાવડાએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી પૂજારીના પણ આશીર્વાદ લીધા હતા. 

જો કે અમિત ચાવડા આજે સંગઠનની બાબતે લઈ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત કરી હતી. લાંબા સમયથી અંબાજી મંદિર બંધ હતુ. દર્શનની ઈચ્છા પ્રબળ બનતા અમિત ચાવડા આજે માતાજી ના દર્શને અંબાજી પહોંચ્યા હતા. અમિત ચાવડાએ માતાજી સમક્ષ કોરોનાના વિનાશ માટે પ્રાર્થના કરી હતી.  ખેડુતોને અતિવ્રુષ્ટીમાં જે નુકસાની આવી છે, તેમાં તેમને રક્ષણ મળે તેવી પ્રાર્થના કરી હતી.

જો કે તાજેતરમાં જ ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોતાની રેલી સભામાં સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. તે અંગે પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરાનાનુ સંક્રમણ ન વધે તે આપણા સૌની જવાબદારી છે. જો ગરીબ માણસ સામે કાર્યવાહી કરાતી હોય તો નેતાઓ દ્વારા જે સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોય તેની સામે સરકારે પગલાં લેવા જણાવ્યું હતું. આ અંગે મીડિયા સાથે વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, માતાજી સમક્ષ કોરોનાના વિનાશ માટે પ્રાર્થના કરી હતી.ખેડુતોને અતિવ્રુષ્ટીમાં જે નુકસાની આવી છે, તેમાં તેમને રક્ષણ મલે તેવી પ્રાર્થના કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, કોરાનાનુ, સંક્રમણ ન વધે તે આપણા સૌની જવાબદારી છે. જો ગરીબ માણસ સામે કાર્યવાહી કરાતી હોય તો નેતાઓ દ્વારા જે સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોય તેની સામે સરકારે પગલાં લેવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news