અમદાવાદ: ભાવવધારાનો સખત વિરોધ, કોંગ્રેસની સાઇકલ પર મોઘવારીના રાક્ષસની યાત્રા
ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડા અને કોંગ્રેસના નેતાઓ સાથે મોધવારીના રાક્ષસની સાઇકલ પર યાત્રા કાઢીને તેનું દહન કરવામાં આવશે.
Trending Photos
ગોરવ પટેલ/અમદાવાદ: દિવસેને દિવસે રોજીદીં ચીજવસ્તુઓમાં વધી રહેલા ભાવ વધારા સામે કોંગ્રેસે સરકારને ધેરવાના મુદ્દાઓ હવે વધુ મજબૂત બનાવી રહી છે. રોજીદા જીવનમાં ઉપયોગ થતી ચીજ વસ્તુઓ જેવી કે પેટ્રોલ અને ડિઝલ તથા ગેસના બાટલામાં થઇ રહેલા વધારા સામે હવે ગુજરાત કોર્ગેસ લડી લેવાના મૂળમાં દેખાઇ રહી છે. ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડા અને કોંગ્રેસના નેતાઓ સાથે મોધવારીના રાક્ષસની સાઇકલ પર યાત્રા કાઢીને તેનું દહન કરવામાં આવશે.
કોગ્રેસના અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકે અમદાવાદના કાલુપુરથી મોંઘવારીના રાક્ષસની સાઈકલ યાત્રા નીકળશે ત્યાર બાગ આ સાઈકલ રેલી માણેકચોકથી આસ્ટોડીયા, ખામાસાથી લાલ દરવાજા થઇને લકી હોટલ જશે, રૂપાલી સિનેમા આવીને રાક્ષસનું દહન કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ફરીને ભાજપ સરકારનો મોઘવારી અંગે સખત વિરોધ કરવામાં આવશે.
સમાન્ય રીતે દશેરના પર્વ પર રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે મોધવારીના રક્ષસના પુતળાનું દહન કરીને વધી રહેલી મોઘાવરીનો વિરોધ કરવામાં આવશે. જેમાં અમદાવાદ કોગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓ જોડાયા હતા. અને ભાજપ સરકારનો વિરોધ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે