ખેડા બેઠક પર કોંગ્રેસની અસંતોષની આગ ઓલવાઇ, જીત નક્કી: બિમલ શાહ
ખેડા લોકસભા બેઠક પર કોગ્રેસમાં પ્રવર્તેલી અશંતોસની આગ ઓલવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ખેડા જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ ઝાલાએ આજે લોકસશભાના કોંગ્રેસી ઉમેદવાર બિમલ શાહ જોડે મીટીંગ કરી હતી. જે બાદ જિલ્લા કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મિડિયા સાથે વાત કરતા જિલ્લા પ્રમુખ અને ઉમેદવાર બિમલભાઇ શાહે કોગ્રેસના ક્ષત્રીય ઉમેદવારો હવે નારાજ નથી તેવુ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
Trending Photos
યોગીન દરજી/ખેડા: ખેડા લોકસભા બેઠક પર કોગ્રેસમાં પ્રવર્તેલી અશંતોસની આગ ઓલવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ખેડા જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ ઝાલાએ આજે લોકસશભાના કોંગ્રેસી ઉમેદવાર બિમલ શાહ જોડે મીટીંગ કરી હતી. જે બાદ જિલ્લા કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મિડિયા સાથે વાત કરતા જિલ્લા પ્રમુખ અને ઉમેદવાર બિમલભાઇ શાહે કોગ્રેસના ક્ષત્રીય ઉમેદવારો હવે નારાજ નથી તેવુ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રમુખ રાજેશ ઝાલાએ જણાવ્યુ હતુ કે, મોવડી મંડળ સાથે સલાહ સુચન થયા બાદ હવે પરીવારમાં બધા ભેગા થઇ ગયા છે. જ્યારે ઉમેદવાર બિમલ શાહે જણાવ્યુ હતુ કે, ઘર હોય ત્યાં વાસણ ખખડ્યા કરે પરંતુ હવે બધા એક થઇ ભાજપના ઉમેદવારને હરાવીશું બિમલ શાહે ખેડા બેઠક પરથી કોગ્રેસના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ બેઠકમાં કપડવંજ સીટના ધારાસભ્ય અને મુખ્ય અસંતુષ્ઢ એવા કાળુસિહ ડાભીની ગેરહાજરી ઉડીને આખે વળગી રહી હતી.
લોકસભા ચૂંટણી 2019: આ છે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના કરોડપતિ ઉમેદવાર
કોગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા ખેડા લોકસભાના ઉમેદવારની પસંદગી કરવા બાબતે થોડો અસંતોષ રહ્યો હતો. પરંતુ આ અમારો પારીવારીક મામલો રહ્યો છે. ગુજરાત કોગ્રેસના અમારા મોવડી અમિતભાઇ સાથે બીસ આ પ્રશ્નનો હલ નિકળી ગયો છે. હવે અમે સૌ ક્ષત્રીય ઉમેદવારોએ પોતાના રાજીનામાં પાછા ખેચી લીધા છે. હવે અમે સૌ સાથે મળી ખેડા જિલ્લાની સીટ જીતાડવા કામે લાગી જઇશું.
બિમલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્વાભીક પ્રક્રિયા છે, ઘરમાં વાસણ ખખડે જ. આ પારીવારીક મામલો છે. આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સાથે અમારી મીટીંગ થઇ હતી. તેઓએ બઘાને સમજાવી લીધા છે અને હવે આજે બધા ભેગા મળી અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજર રહેશે. ખેડા લોકસભામાં આ વખતે પરિવર્તનનો પવન ફુકાયો છે ત્યારે કોગ્રેસની જીત નક્કિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે