VIDEO:જામનગરના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, રાજ્ય બહારથી લવાતી હતી યુવતીઓ

જામનગરમાં છેલ્લા 3 દિવસમાં આ બીજી ઘટના ઘટી છે. પોશ ગણાતા વિસ્તાર જનતા ફાટકમાંથી એક ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે.

VIDEO:જામનગરના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, રાજ્ય બહારથી લવાતી હતી યુવતીઓ

મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં છેલ્લા 3 દિવસમાં આ બીજી ઘટના ઘટી છે. પોશ ગણાતા વિસ્તાર જનતા ફાટકમાંથી એક ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. મહિલા દ્વારા આ કુટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને આ દરમિયાન બે ગ્રાહકોને પણ ઝડપી પાડ્યાં હતાં. સિટી સી ડિવિઝન પોલીસે સંચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. રાજ્ય બહારથી યુવતીઓ બોલાવીને દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો.

મળતી માહિતી મુજબ જામનગરના પોશ વિસ્તાર જનતા ફાટકના એક ફ્લેટમાં મોડી રાતે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. હરિપ્રેમ નામના આ એપાર્ટમેન્ટના ફ્લેટમાં મહિલા કુટણખાનું ચલાવતી હતી. કુટણખાનામાં રાજ્ય બહારથી યુવતીઓને દેહવ્યાપાર માટે બોલાવવામાં આવતી હતી. છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં કુટણખાનું ઝડપાવવાની ઘટના વધી રહી છે. છેલ્લા 3 દિવસમાં આ બીજીવાર બન્યું છે.

આ પહેલા હાલમાં જ એક પોલીસપુત્ર સંચાલિત કુટણખાનું શહેરમાંથી ઝડપાતા ચકચાર મચી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news