લાલુએ હોસ્પિટલમાં દાખલ થતા થતા પણ કરી રાજનીતિ: નીતિશ અંગે આપ્યું મોટુ નિવેદન

ચારા ગોટળામાં સજા કાપી રહેલ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સારવાર માટે દિલ્હી પહોંચાવાનાં છે. દિલ્હીમાં એમ્સમાં સારવાર માટે રવાનાં થતા પહેલા લાલુ યાદવે બિહારની નીતીશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. લાલુએ કહ્યું કે, નીતીશ સરકારનો શાસનકાળ પુરો થવાનો સમય આવી ચુક્યો છે. તેમણે કહ્યું કે, બિહારમાં થઇ રહેલી હિંસક ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સમગ્ર પ્રદેશમાં આગ લગાડવા માંગે છે. 
લાલુએ હોસ્પિટલમાં દાખલ થતા થતા પણ કરી રાજનીતિ: નીતિશ અંગે આપ્યું મોટુ નિવેદન

નવી દિલ્હી : ચારા ગોટળામાં સજા કાપી રહેલ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સારવાર માટે દિલ્હી પહોંચાવાનાં છે. દિલ્હીમાં એમ્સમાં સારવાર માટે રવાનાં થતા પહેલા લાલુ યાદવે બિહારની નીતીશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. લાલુએ કહ્યું કે, નીતીશ સરકારનો શાસનકાળ પુરો થવાનો સમય આવી ચુક્યો છે. તેમણે કહ્યું કે, બિહારમાં થઇ રહેલી હિંસક ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સમગ્ર પ્રદેશમાં આગ લગાડવા માંગે છે. 

લાલુનાં દિલ્હી આવવા અંગે માહિતી આપતા રાજદ નેતા ભોલા પ્રસાદે કહ્યું કે, તેઓ પ્લેનથી નહી પરંતુ ટ્રેનથી દિલ્હી પહોંચશે. તેમણે જણાવ્યું કે, તંત્ર દ્વારા લાલુને પ્લેનમાં દિલ્હી લઇ જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. જેનાં કારણે તેને ટ્રેન દ્વારા જ દિલ્હી લઇ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુને સ્વાસ્થય સંબંધિત ફરિયાદો અંગે 17 માર્ચે રાજેન્દ્ર ઇન્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સ (રિમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ જ્યારે લાલુની તબિયતમાં કોઇ પ્રકારનાં સુધારો જોવા નહોતો મળ્યો. જેનાં કારણે ડોક્ટર્સ દ્વારા તેને દિલ્હી રિફર કરી દેવાયા હતા. 

લાલુ યાદવનું મેડિકલ બુલેટિન
રિમ્સમાં મેડિકલ વોર્ડે બુધવારે લાલુનાં સ્વાસ્થયને નોર્મલ ગણાવતા તેમનું મેડિકલ બુલેટીન બહાર પાડ્યું હતું. લાલુ યાદવનાં મેડિકલ બુલેટિનમાં બીપી નોર્મલ 120/79, પલ્સ નોર્મલ 70(પ્રતિ મિનિટ), ચેસ્ટ ક્લિયર, બ્લડ શુગર 164, સીરમ ક્રિએટનીન 1.64 તમામ બાબતો નોર્મલ હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવ ચારા ગોટાળામાં સજા કાપી રહ્યા છે. ચારા ગોટાળામાં પહેલીવાર 1996માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે આ મુદ્દે યાદવ સહિત 49 આરોપીઓ હતા. કેસ દરમિયાન 14નાં મોત નિપજ્યા હતા. ત્યાર બાદ પટના હાઇકોર્ટે સમગ્ર મુદ્દે તપાસ સીબીઆઇને સોંપી દીધી હતી. વર્ષ 2013માં યાદવને સૌથી પહેલા ચાઇબાસા ટ્રેઝરીમાંથી બિનકાયદેસર રીતે 37.7 કરોડ રૂપિયા ઉપાડવાનાં દોષીત જાહેર કરવામાં આવ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news