Surat City માં કોરોના વિસ્ફોટની સ્થિતિ, એક જ દિવસમાં રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો (Corona) રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ (Coronavirus) સુરતમાં નોંધાયા છે. સુરત શહેરમાં (Surat City) કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે

Surat City માં કોરોના વિસ્ફોટની સ્થિતિ, એક જ દિવસમાં રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા

ઝી મીડિયા/ બ્યૂરો: રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો (Corona) રાફડો ફાટ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ (Coronavirus) સુરતમાં નોંધાયા છે. સુરત શહેરમાં (Surat City) કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 315 કેસ નોંધાયા છે અને તેની સામે 205 કોરોના દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. સુરતના અઠવા ઝોનમાં 87 અને રાંદેર ઝોનમાં 52 કેસ નોંધાયા છે. જ્યારે સુરતના ડીંડોલી વિસ્તારની 50 વર્ષીય એક મહિલાનું કોરોનાથી મોત થયું છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં 38 કેસ નોંધાયા છે અને તેની સામે 29 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1122 દર્દીઓ (Corona Patient) નોંધાયા છે. જ્યારે તેની સામે 775 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આજે કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો (Gujarat Corona Case) કુલ આંક 2,81,173 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,71,433 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,430 પર પહોંચ્યો છે.

રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સીનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે.

અત્યાર સુધીમાં કુલ 22,71,145 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,54,662 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 52,952 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કોવિડ-19 ના 1122 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 775 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.54 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,71,433 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5,310 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 5,249 લોકો સ્ટેબલ છે. 2,71,433 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,430 લોકોનાં મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news