આફતને અવસરમાં બદલતા Surat ને Corona ફરીથી ફળ્યો, હીરા ઉદ્યોગની અનેક કંપનીઓ શહેરમાં આવી
કોરોનાની મહામારીના પગલે મુંબઇથી કેટલાક હીરા કંપનીઓ સુરત તરફ વળી રહી છે. જેના પગલે સુરતના હીરા ઉદ્યોગમાં તેજી આવે તેવી શક્યતા છે. સુરતમાં વિકસી રહેલા હીરા બુર્સની 250થી વધારે કંપનીઓ સુરતમાં સ્થાઇ તઇ ચુકી છે. જેના કારણે હવે સુરતના હીરા ઉદ્યોગની સાથે સાથે રિયલ એસ્ટેટને પણ વધારે વેગ મળે તેવી શક્યતા છે. મુંબઇમાં કોરોનાની મહામારીના કારણે વેપાર ઉદ્યોગ હજી પુર્વવત થઇ શકે તેમ નથી. જેના કારણે ચિંતામા મુકાયેલા વેપારીઓ સુરત તરફ વળી રહ્યા છે.
Trending Photos
સુરત : કોરોનાની મહામારીના પગલે મુંબઇથી કેટલાક હીરા કંપનીઓ સુરત તરફ વળી રહી છે. જેના પગલે સુરતના હીરા ઉદ્યોગમાં તેજી આવે તેવી શક્યતા છે. સુરતમાં વિકસી રહેલા હીરા બુર્સની 250થી વધારે કંપનીઓ સુરતમાં સ્થાઇ તઇ ચુકી છે. જેના કારણે હવે સુરતના હીરા ઉદ્યોગની સાથે સાથે રિયલ એસ્ટેટને પણ વધારે વેગ મળે તેવી શક્યતા છે. મુંબઇમાં કોરોનાની મહામારીના કારણે વેપાર ઉદ્યોગ હજી પુર્વવત થઇ શકે તેમ નથી. જેના કારણે ચિંતામા મુકાયેલા વેપારીઓ સુરત તરફ વળી રહ્યા છે.
ગુજરાતના આર્થિક પાટનગર ગણાતું સુરત પહેલાથી જ આપદાને અવસરમાં બદલવા બાબતે અગ્રેસર રહ્યું છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં ધંધા વેપાર પર ખુબ જ વિપરિત અસર પડી છે. જો કે સુરતનો હીરા ઉદ્યોગ ધીરે ધીરે પાટે ચડી રહ્યો છે. સુરતમાં બની રહેલા ડાયમંડ બુર્સના કારણે મુંબઇ, અમદાવાદ સહિતના અનેક હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓ સુરત તરફ વલી રહી છે. છેલ્લા સાત મહિના જેટલો સમય હોવા છતા ધંધા વેપાર મુંબઇમાં સંપુર્ણ રીતે પૂર્વવત ન થતા વેપારીઓ સુરતમાં શિફ્ટ થઇ રહ્યા છે.
મુંબઇથી સુરત તરફ વળી રહેલા હીરા ઉદ્યોગના વેપારીઓ વરાછા જેવા વિસ્તારો પર પસંદગી ઉતારી રહ્યા છે. 10 માંથી 8 હીરા કોઇના કોઇ પ્રકારે સુરત આવે જ છે. સુરતમાં જીજેઇપીસી દ્વારા બહાર પડાયેલા આંકડાઓ અનુસાર આશરે 250થી વધારે કંપનીઓ સુરતમાં આવી ચુકી છે. જેના કારણે વેપારમાં ખાસ કરીને સુરતનાં વેપારીઓમાં ભારે તેજી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે