ભુજમાં ખાનગી ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે હડકંપ
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, ભુજ: ભુજમાં ખાનગી ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજમાં ખાનગી તબીબ અને ડોક્ટર પાસે સારવાર કરાવનારા બે ભાઇઓ સહિત 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભુજના પોશ એરિયા સંસ્કારનગરમાં જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર અશોક ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ધીખતી પ્રક્ટિસ કરતા ડો. ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે હડકંપ મચી ગયો છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે કન્ટેઇન્મેન્ટ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડો. ત્રિવેદીનું નામ DDOએ જાહેર કરેલી સત્તાવાર યાદીમાં ન હતું. જો કે, DDOના જણાવ્યું હતું કે, રીપોર્ટીંગ ટાઇમ બાદ કેસની વિગત સામે આવતા તેનો સમાવેશ આવતી કાલની યાદીમાં જોડવામાં આવશે. આ ઉપરાંત અન્ય બે ભાઇઓએ ડો. ત્રિવેદી પાસે ચેકઅપ કરાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડોકટર જાગૃતિબેન મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર હોસ્પિટલમાં તંત્ર ચિંતામાં મુકાયું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના શંકાસ્પદ ડોક્ટર અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે