Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 કેસ, 0 મૃત્યુ, રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો
ગુજરાતમાં હવે કોરોનાથી રાહત મળી રહી છે. એક્ટિવ કેસની સંખ્યા 160ની નીચે પહોંચી ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 26 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યું થયું નથી. આ દરમિયાન 18 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. તો રાજ્યના 26 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. નવા કેસ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા 8 લાખ 25 હજાર 363 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 80 લોકોના કોરોનાને લીધે નિધન થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 815126 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ત્રણ કેસ સામે આવ્યા છે. દાહોદમાં પણ ત્રણ કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરા શહેરમાં ત્રણ, કચ્છમાં બે, સુરત જિલ્લામાં ત્રણ, ગાંધીનગરમાં 1 અને રાજકોટમાં એક કેસ નોંધાયો છે. તો 26 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 157 છે. જેમાં ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 10038 લોકોના મૃત્યુ થયા છે. રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ગયો છે. આમ ગુજરાત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે.
રાજ્યમાં રસીકરણની સ્થિતિ
ગુજરાતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં 5 લાખ 45 હજાર 164 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ 45 લાખ 23 હજાર 577 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે