Corona ની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નીતિન પટેલે કહ્યુ- રાજ્ય સરકાર સજ્જ છે
અમદાવાદમાં આજે નીતિન પટેલે બે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, રાજ્યમાં હવે ઓક્સિજનનો જથ્થો પૂરતો છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી ગઈ છે. નવા કેસ અને એક્ટિવ કેસ નહિવત છે. પરંતુ હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ ત્રીજી લહેરને લઈને સજ્જ છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ગુરૂવારે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં બે ઓક્સિજન પ્લાન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉદ્ઘાટન કર્યુ હતુ.
અમદાવાદમાં નવા બે ઓક્સિજન પ્લાન્ટ
અમદાવાદમાં એક ઓક્સિજન પ્લાન્ટ કાકડીયા હોસ્પિટલમાં 10 ટનના પ્લાન્ટ અને બીજો પ્લાન્ટ કોઠીયા હોસ્પિટલમાં 11 ટનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. નીતિન પટેલે કહ્યુ કે, પ્રથમ અને બીજી લહેરમાંથી શીખ મેળવી સરકારે ત્રીજી લહેરની તૈયારી કરી લીધી છે. રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટની સંખ્યા પણ વધારી દીધી છે.
આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવી દીધા છે. સાથે જ સ્ટોરેજ બેન્ક પણ વધારી દેવા માં આવી છે. અમદાવાદમાં દાતાઓના સહયોગથી ચાલતી હોસ્પિટલોમાં 10 ટન અને 11 ટનના ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. એક સમયે હોસ્પિલમાં 25 ટન ઓક્સિજન વપરાતો પણ બીજી લહેરમાં દર્દીઓને સારવાર માટે 1200 મેટ્રિક ટન ઉપર ઓક્સિજન વપરાતો હતો. ત્રીજી વેવને લઈને જે ચેતવણી આપવામાં આવી રહી છે તેને લઈને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના પણ આવે તો પહોંચી વળી શકાય અને સરકાર ઊંઘતી ન ઝડપાઇ માટે કરાઈ રહી છે તૈયારી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે