કિર્તીબેન દાણીધારિયા સંભાળશે ભાવનગરની સત્તાનું સુકાન, બન્યા નવા મેયર

અમદાવાદની સાથે હવે ભાવનગરના સત્તાધીશોની પણ જાહેરાત થઈ છે. કિર્તીબેન દાણીધારિયા ભાવનગરના નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે. ત્યારે કિર્તીબેન દાણીધારિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. 

કિર્તીબેન દાણીધારિયા સંભાળશે ભાવનગરની સત્તાનું સુકાન, બન્યા નવા મેયર

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદની સાથે હવે ભાવનગરના સત્તાધીશોની પણ જાહેરાત થઈ છે. કિર્તીબેન દાણીધારિયા ભાવનગરના નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે. ત્યારે કિર્તીબેન દાણીધારિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. 

ભાજપની ભવ્ય જીત બાદ આજે ભાવનગર મહાનગર પાલિકાના નવા મેયરની વરણી કરવામાં આવી છે. ભાવનગર મહાનગર પાલિકા માટે નવા મેયર તરીકે કિર્તીબેન દાણીધારિયાની વરણી કરવામાં આવી છે. કિર્તીબેન વોર્ડ નંબર-1 ચિત્રા ફુલસરમાંથી વિજેતા બન્યા હતા. જ્યારે ભાવનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર-7ના કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરૂભાઈ ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે. તો ભાવનગ મહાનગર પાલિકાના શાસક પક્ષના દંડક પંકજસિંહ ગોહિલને બનાવવામાં આવ્યા છે. જ્યારે ભાવનગર મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલની પસંદગી કરવામાં આવી છે.મહત્વનું છે કે મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રજાએ જંગી બહુમત સાથે ભાજપને વિજય અપાવ્યો હતો.ત્યારે ભાવનગર શહેરના વિકાસની કમાન હવે કિર્તીબેન દાણીધારિયાના હાથમાં સોંપવામાં આવી છે.ત્યારે કિર્તીબેને પ્રજાના તમામ પ્રશ્નો ઉકેલવા હંમેશા તૈયારનું વચન આપ્યું છે.

આ પણ વાંચો : અડધા અમદાવાદીઓએ જોઈ પણ નહિ જોઈ હોય તેવી નાનકડી ચાલીના છાપરાવાળા મકાનમાં રહે છે નવા મેયર

ચૂંટાયેલા હોદ્દેદારોનો અભ્યાસ
ભાવનગરમાં નવા ચૂંટાયેલા શાસકોના ભણતર પર એક નજર કરીએ તો, મેયર કીર્તિબેન દાણીધારિયા LLB થયેલા છે. કુણાલ શાહ B.Com થયેલા છે. ધીરુ ધામેલીયા પાસે પણ બીકોમની ડિગ્રી છે. તો દંડક પંકજસિંહ ગોહિલ અને બુધાભાઈ ગોહિલ 10 પાસ છે. 

આ પણ વાંચો : બે હાથ હવામાં લહેરાવીને સુરતના રસ્તાઓ પર બાઈક સ્ટંટ કરવું યુવતીને ભારે પડ્યું

મેયર ન બનાવાતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા વર્ષાબા 
મેયરની જાહેરાત પછી ભાવનગરમાં નારાજ થયેલા વર્ષાબા જાડેજાએ ભાજપ કાર્યાલય પર દેકારો મચાવ્યો હતો. એટલું જ નહિ, તેમણે મેયર તરીકે પોતાના નામની પસંદગી ન થતા દિવાલ પર માથા પછાડ્યા હતા. સાથે જ તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કારણે પોતાનુ નામ કપાયાનો આક્ષેપ કર્યો છે. ભાવનગરનું મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે. ત્યારે ભાવનગરમાં મેયર પદ માટે કીર્તિબેન દાણીધારીયા, વર્ષાબા પરમાર, યોગીતાબેન ત્રિવેદી અને ભારતીબેન બારૈયાના નામ ચર્ચામાં હતા. ત્યારે આખરે આજે કીર્તિબેન દાણીધારીયાના નામની મેયર તરીકે જાહેરાત કરાઈ છે. ત્યારે ભાવનગર મેયર પદ માટે જેમનું નામ ચર્ચામાં ચાલતું હતું, તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. મીડિયા સામે વર્ષાબા રડી પડ્યા હતા. તેમજ તેમણે આક્ષેપ કર્યો કે, જીતુ વાઘણીના ઈશારે મારું નામ કપાયું છે. સાથે જ તેમણે પક્ષમાંથી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારીને કહ્યું કે, હું આગામી દિવસોમા રાજીનામુ આપીશ. ઉલ્લેખનીય છે કે, વર્ષાબા ભાવનગર વોર્ડ નંબર 10 કાળિયાબીડના ઉમદેવાર છે. 
 

Trending news

Powered by Tomorrow.io