વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : જાણો કેટલા કલાકમાં ગુજરાતનો દરિયો પાર કરીને ટકરાશે

ગુજરાતમાં 18 મેના રોજ વાવાઝોડું ટકરાવાનું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર છે. સાયક્લોન અરબ સાગરમાં સ્થિતિ 6 કલાકમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. તેના બાદ તે ગુજરાતના દરિયા કિનારાને ક્રોસ કરશે. 18 તારીખે બપોર પછી પોરબંદર અને નલિયા વચ્ચેથી વાવાઝોડું (Cyclone Tauktae) પસાર થશે. આગામી 12 કલાકમાં વેરી સીવિયર સાયક્લોન બનશે. ત્યારે આજથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થઇ જશે. 
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : જાણો કેટલા કલાકમાં ગુજરાતનો દરિયો પાર કરીને ટકરાશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં 18 મેના રોજ વાવાઝોડું ટકરાવાનું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર છે. સાયક્લોન અરબ સાગરમાં સ્થિતિ 6 કલાકમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. તેના બાદ તે ગુજરાતના દરિયા કિનારાને ક્રોસ કરશે. 18 તારીખે બપોર પછી પોરબંદર અને નલિયા વચ્ચેથી વાવાઝોડું (Cyclone Tauktae) પસાર થશે. આગામી 12 કલાકમાં વેરી સીવિયર સાયક્લોન બનશે. ત્યારે આજથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થઇ જશે. 

આ વિસ્તારોમાં પડશે વરસાદ
આવનારા ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ત્રણ દિવસ વરસાદની આગાહી  કરાઈ છે. ગીર, સોમનાથ, દ્વારકા, કચ્છ, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. 

આ પણ વાંચો : વાવાઝોડાની દિશા બદલાઈ, સૌરાષ્ટ્ર-કચ્છ નહિ પણ ગુજરાતના આ વિસ્તારોમાં ટકરાવાની સંભાવના

એનડીઆરએફની 24 ટીમ તૈનાત કરાઈ 
તોકતે વાવાઝોડાને લઈ  NDRFની ટીમ સક્રિય બની છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 24 ટીમો ડિપ્લોય કરાઈ છે. ગુજરાતના વલસાડમાં 2,  નવસારીમાં ૧, સુરતમાં ૨, ભરૂચમાં ૧, ભાવનગરમાં ૧, અમરેલીમાં ૨, સોમનાથમાં ૨, જૂનાગઢમાં ૧, પોરબંદરમાં ૨, દ્વારકામાં ૨, જાંનગરમાં ૨, રાજકોટમાં ૨, મોરબીમાં ૨, કચ્છમાં ૨ મળી કુલ ૨૪ ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે કે, 2 ટીમો હાલ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે. 

ઓરિસ્સા-પંજાબથી આવી એનડીઆરએફની ટીમ 
તો બીજી તરફ, NRDF ટીમોનું હવાઈમાર્ગે જામનગરમાં આગમન થયું છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે એનડીઆરએફની ટીમો આવી પહોંચી છે. 15 જેટલી ટીમોનું એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થયું છે. ઓરિસ્સા અને પંજાબથી એનડીઆરએફની ટીમોનું આગમન થયુ છે. જે સૌરાષ્ટ્રના જુદા જુદા જુદા જિલ્લાઓમાં રવાના કરવામાં આવશે. 

આ પણ વાંચો : ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF એ સુકાન સંભાળ્યું, સ્પેશિયલ સ્યુટ સાથે ટીમ નીકળી

વાવાઝોડા મામલે કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં
ગુજરાતમાં તોળાઈ રહેલ તૌકતે વાવાઝૉડા મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય રાજ્ય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતને તમામ મદદ માટે ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહ વિભાગે રાજ્ય સરકારને આ મામલે પત્ર લખ્યો છે. રાજ્યના ચીફ સેક્રેટરી અને રિલીફ કમિશ્નરને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે પણ ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતની તમામ મદદ આપવાની તૈયારી દર્શાવી હતી. 
 

Trending news

Powered by Tomorrow.io