‘મારી મરજીથી નહીં, દેવાવાળાના ડરથી આ પગલું ભરું છું, સાસરીવાળાએ બરબાદ કરી દીધો’

અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એમ્બ્રોડરી ના વેપારી ડેનિશ પરમારએ આપઘાત કર્યો હોવાની ઘટના ઓઢવ પોલીસ ના ચોપડે નોંધાવા પામી છે

‘મારી મરજીથી નહીં, દેવાવાળાના ડરથી આ પગલું ભરું છું, સાસરીવાળાએ બરબાદ કરી દીધો’

ઉદય રંજન/અમદાવાદ: એક તરફ અમદાવાદ શહેર પોલીસ વ્યાજખોરના વિરુદ્ધ લોકદરબાર યોજે છે, તો બીજી તરફ વ્યાજ ખોર ત્રાસથી આત્મહત્યા કે અપહરણ અને હત્યા સુધીના બનવા સામે આવ્યા છે, ત્યારે વધુ એક બનાવ ઓઢાવમાં સામે આવ્યો છે, જ્યાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીને મોતને પસંદ કર્યું છે. 

અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એમ્બ્રોડરી ના વેપારી ડેનિશ પરમારએ આપઘાત કર્યો હોવાની ઘટના ઓઢવ પોલીસ ના ચોપડે નોંધાવા પામી છે આત્મહત્યાના બનાવની વાત કરીએ તો વિરાટ નગર ચર્ચની પાછળ પદ્મશાળી સોસાયટીમાં રહેતા ડેનિશ પરમાર નામના વેપારીએ બીજી સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેના ઘરમાંથી પત્નીને સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોનો ભાંડો ફૂટ્યો હતો. મૃતકની સ્યુસાઇડ નોટ મુજબ જેમાં વેપારી ડેનીશ પરમારને ત્રણ વર્ષ પહેલા પિતા બીમાર પડતા પૈસાની જરૂર પડતા વ્યાજખોર યોગેશ જૈન પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેમજ બીજા વ્યાજખોર પ્રમોદ શાહ પાસેથી 3 લાખ રૂપિયાની લોન કરાવી વ્યાજે લીધા હતા. 

મૃતક ડેનિશ પરમારને થોડા મહિનાઓથી ધંધામાં મંદી હોવાથી વ્યાજ અને પૈસા ભરી શકતા ન હોવાથી યોગેશ જૈને રસ્તામાં રોકી ધમકી આપી હતી. તેમજ પ્રમોદ શાહ પર તેની સાથે સારો વ્યવહાર કરતો ન હોવાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જેથી યોગેશ જૈન અને પ્રમોદ શાહ નામના બે વ્યક્તિ દ્વારા વ્યાજના રૂપિયા બાબતે ત્રાસ આપવામાં આવતો હોવાથી જીવન ટૂંકાવ્યું હોય તેવી હકીકત સામે આવતા ઓઢવ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ બંને આરોપીઓ યોગેશ જૈન અને પ્રમોદ શાહ ની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. 

શબ્દશઃ સુસાઇડ નોટ
‘હું મારી મરજીથી નઇ, દેવાવાળાના ડરથી આ પગલું ભરું છું, હું બહુ જ કંટાળી ગયો છું, હું દેવામાં ભરાઈ ગયો છું, 6 મહિનાથી મંદી અને મારી તબિયતે મારી હિંમત હારી ગયો. મને પણ મારાં છોકરા પત્ની વ્હાલા છે, પણ હું શું કરું. મા-બાપ પાછળ દેવું થયું પછી એવું કે મને સપોટ આપનાર કોઇ ન હતું. હું એકલો એકલો જ આ બધું વેઠી રહ્યો હતો. હવે તો હદ થઈ ગઇ. હું કોને કવ મારું દુ:ખ. આ દુનિયામાં પૈસા હોય તો કે આવો. ના હોય તો કોઇ ના બોલાવે. મારી બે બહેન છે. પણ મારી બેનને કહીને હું એમને દુ:ખી ના કરી શકું.

No description available.

No description available.

No description available.

મારા દેવાવાળા યોગેશ જૈન- હું તેને વ્યાજ આપું છું, પણ બે-ત્રણ મહિનાથી મારી પરિસ્થિતિ સારી ન હતી, પણ તે તો કંઈ સમજવા જ તૈયાર નથી. 5-8-ના રોજ બે મહિનાનું વ્યાજ પણ આ ચાલુ મહિના વ્યાજ માટે તેને મને રસ્તામાં ઊભો રાખી ધમકી આપી ગાળો બોલી. પ્રમોદ શાહની જોડે તેણે મને એના નામે લોન લઇ આપી હતી. એક લાખ નેવું હજારની. હું 7730નો હપતો ભરતો હતો. 17-18 મહિના ભર્યા, પણ એક હપતો તેણે ભર્યો. પછી તે પણ મારી સાથે ખરાબ વ્યવહાર કરવા લાગ્યો. પ્રમોદ શાહે મને 3 લાખની કાગળ પર સહી કરાવી છે. પ્લીઝ, મારી એક જ વિનંતી કે મારી પત્ની કે છોકરાને કોઇ હેરાન ન કરે. મારા સાસરિયાંએ મને બરબાદ કરી દીધો છે, દોરા-ધાગા કરીને. મારી બેનો મને માફ કરી દેજો અને મારા છોકરાનું ધ્યાન રાખજો. તમારો ભાઈ સમજીને. નીલમ મને માફ કરી દેજે. મારાથી હવે નથી રહેવાતું. અત્યારસુધી સાથ આપ્યો એ માટે થેંક યુ.

પકડાયેલા આરોપી ઓમાં યોગેશ જૈન કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હોવાનું સામે આવ્યું છે. તેણે વેપારી પાસેથી ચેક લઈ લીધા હતા અને પ્રોમીસરી નોટ પર સહિ પણ કરાવી લીધી હતી, તેવામાં ઓઢવ પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news