સોનું લેવાનો પ્લાન હોય તો જલ્દી કરજો, આસમાને પહોંચવાની છે કિંમત, અમેરિકી બેન્કે જણાવ્યું કારણ

અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. તેનાથી સોનાની કિંમતોમાં ફરી તેજી જોવા મળી શકે છે. આ વર્ષે અત્યાર સુધી ગોલ્ડની કિંમતમાં 21 ટકાની તેજી આવી છે.

સોનું લેવાનો પ્લાન હોય તો જલ્દી કરજો, આસમાને પહોંચવાની છે કિંમત, અમેરિકી બેન્કે જણાવ્યું કારણ

નવી દિલ્હીઃ અમેરિકાની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો આવી શકે છે. ગોલ્ડમેનના એનાલિસ્ટ્સે 'ગો ફોર ગોલ્ડ' ટાઈટલની સાથે એક નોટમાં કહ્યું કે ફેડ રિઝર્વ જલ્દી વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. તેનાથી પશ્ચિમી મૂડી ફરીથી ગોલ્ડ માર્કેટમાં આવવા માટે તૈયાર છે. છેલ્લા બે વર્ષમાં સોનાની કિંમતમાં આવેલી તેજીમાં તેની મોટી ભૂમિકા છે. આ વર્ષે સ્પોટ ગોલ્ડની કિંમતમાં અત્યાર સુધી 21 ટકાની તેજી આવી છે. 20 ઓગસ્ટે તે  $2,531.60 પ્રતિ ઔંસના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.

એનાલિસ્ટ્સે કહ્યું કે પ્રાઇસ સેન્સિટિવ ચીનમાં ઓછી માંગને જોતા સોનાની કિંમત આવનાર વર્ષની શરૂઆતમાં 2700 ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. સોનાની કિંમતમાં વધુ ઘટાડાની કોઈ શક્યતા નથી કારણ કે ચીનમાં ફરી માંગ વધવાનો ભય છે. ફેડરલ રિઝર્વે ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. જો આમ થશે તો સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી શકે છે. આજે MCX પર સોનું 84 રૂપિયાના વધારા સાથે 71685 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. ટ્રેડિંગ દરમિયાન તે રૂ. 71,765 સુધી ગયો અને ઘટીને રૂ. 71,456 પર આવ્યો. છેલ્લા સત્રમાં તે રૂ. 71,601 પર બંધ હતો જ્યારે આજે તે રૂ. 71,629 પર ખુલ્યો હતો.

Add Zee News as a Preferred Source

સોની બજારમાં કિંમત
સ્થાનિક જ્વેલર્સ અને રિટેલર્સની સુસ્ત માંગને કારણે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 250 ઘટીને રૂ. 74,100 પ્રતિ 10 પર આવી ગયું હતું. અખિલ ભારતીય સોની સંઘે આ જાણકારી આપી છે. પાછલા કારોબારી સત્રમાં 99.9% શુદ્ધતાવાળું સોનું 74350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. અખિલ ભારતીય સોની સંઘ અનુસાર સિક્કા નિર્માતાઓ અને ઔદ્યોગિક એકમોના નબળા વલણને કારણે ચાંદીની કિંમત પણ 1700 રૂપિયા ઘટી 85500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે. વૈશ્વિક સ્તર કોમેક્સ ગોલ્ડ 2531.10 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news