વહુએ બોથડ પદાર્થ મારી વૃદ્ધ સાસુની કરી હત્યા, દિકરીની લીધી હતી મદદ

જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ અમીધારા એપર્ટમેન્ટમાં એક વૃદ્ધ સ્ત્રીની હત્યા તેની જ વહુએ કરી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસે સજાગ બનતા ગુનો ઉકેલાયો હતો. અને હત્યા કરનાર વહુને મદદગારીમાં તેની પુત્રીને પકડી ઝડપી લેવામાં આવ્યા છે.

વહુએ બોથડ પદાર્થ મારી વૃદ્ધ સાસુની કરી હત્યા, દિકરીની લીધી હતી મદદ

જયેશ ભોજાની/જેતપુર: જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ અમીધારા એપર્ટમેન્ટમાં એક વૃદ્ધ સ્ત્રીની હત્યા તેની જ વહુએ કરી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસે સજાગ બનતા ગુનો ઉકેલાયો હતો. અને હત્યા કરનાર વહુને મદદગારીમાં તેની પુત્રીને પકડી ઝડપી લેવામાં આવ્યા છે.

જેતપુર પોલીસને માહિતી મળી હતી કે, શહેરના અમરનગર રોડ ઉપર આવેલ અમીધારા એપાર્ટમેન્ટમાં એક વૃધાનું પડી જતા મોત થયેલ છે. જેતપુર પોલીસને મોતમાં શંકા જતા મૃતદેહનું વધારે સઘન અને ગંભીર રીતે PM કરાવવા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું હતું. PMના આધારે વૃદ્ધ મહિલાને માથામાં બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારવા આવી હોવાનું સાબિત થયું હતું.

અમદાવાદથી ઝડપાયો ખુખાર આતંકી: ઇસ્લામ નહિ માનનારાની કરતો હત્યા

જેતપુર પોલીસ દ્વારા આ તરફ તપાસ શરૂ કરતાં અને તમામ સાબિતી અને પુરાવા મેળવવાના શરૂ કર્યા હતા. જેમાં CCTV ફૂટેજ પણ સામેલ હતા. જેના આધારે આ વૃદ્ધ મહિલાને તેના ઘર માંથી બે મહિલાઓ બહાર કાઢતી દેખાય હતી. આ ઉપર વધુ તપાસ કરતા આ મહિલાઓમાં તેની જ વહુ રેખા અને રેખાની દીકરી હેતલ દેખાણા હતા. પોલીસ દ્વારા આ બંન્નેની તાત્કાલિક ઘરપકડ કરવામાં આવેલને કાયદેસરની કરી કર્યાવહી શરૂ કરી હતી.

અમદાવાદ: પોલીસ દ્વારા એવું તે શું કરવામાં આવ્યું કે કાંકરિયા કાર્નિવાલમાં ક્રાઇમ ઘટ્યું

સાસુ રતન બેનને મારીને બન્ને પોતાના ગામડે જતા રહેલ અને કઈ બન્યું નથી. તેમ વર્તણૂક કરતા હતા. સાસુ અને વહુમાં વહુ જ્યારથી પરણીને સાસરે આવી ત્યારથી જ બનતું ન હતું, અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. અને બંને અલગ અલગ રહેતા હતા. સાસુ રતનબેન જેતપુરમાં રહેતા હતા અને વહુ માણાવદર તાલુકાના ગામડામાં રહેતા હતા. આ વખતે પણ એવુંજ બન્યું બન્ને જેતપુરમાં એકઠા થાય ત્યારે નાની એવી બાબતમાં જ બંને સાસુ અને વધુ વચ્ચે માથાકૂટ થઈને ઝગડો ઉગ્ર બનતા વહુ રેખાએ પોતાની સાસુને માથામાં દસ્તાઓ મારી દીધા ઉપર ઉપરી દસ્તાઓ પડતા વૃદ્ધ રતન બેન ત્યાંને ત્યાંજ મોતને ઘાટ ઉતરી ગયા.

ટ્રસ્ટના નામે બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવાનું કૌભાંડ, ચાર લોકોની ઘરપકડ

મોત શરણે થયેલ રતન બેનનું હોવે શું કરવું તેના વિચારમાં રેખાએ તેની દીકરી હેતલનો સહારો લીધો, કે જેણે આ ઘટના અને મોતનું તાંડવ નજરે નિહાળેલ હતું. હેતલ અને રેખાએ જે એપાર્ટમેન્ટમાં રહે છે. તે એપાર્ટમેન્ટમાં પગથિયાં ઉપર લાશને એવી ગોઠવી કે, જાણે કે ઉપરથી પડેલ હોય અને પરંતુ ફોરેન્સિક સાયન્સની તપાસમાં દૂધનું દૂધ અને પાણી થઈ જતા જેતપુર પોલીસ દ્વારા બંનેમાં દીકરીને પકડી અને કાયદેસરની કર્યાવહી શરૂ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news