Corona Update: તહેવારોમાં બેદરકારી ભારે પડી! દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, સાચવો નહીં તો....
Trending Photos
નવી દિલ્હી: તહેવારોની સીઝનમાં લોકોની બેદરકારી હવે પરિણામ દેખાડી રહી છે. કોરોનાના કેસમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 14.2 ટકા વધુ છે.
નવા 13 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13,091 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 1,38,556 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. આજે નોંધાયેલા નવા કેસની સંખ્યા ગઈ કાલની સરખામણીમાં 14.2 ટકા વધુ છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 98.25 ટકા છે. જે માર્ચ 2020ની સરખામણીમાં સૌથી વધુ છે. 24 કલાકમાં કોરોનાથી 13,878 દર્દીઓ સાજા પણ થયા છે.
COVID-19 | India reports 13,091 new cases and 340 deaths in the last 24 hours; Active caseload stands at 1,38,556 ( lowest in 266 days): Ministry of Health and Family Welfare pic.twitter.com/XJt294f9I1
— ANI (@ANI) November 11, 2021
એક દિવસમાં 340 મોત
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાથી એક દિવસમાં 340 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 4,62,189 થયો છે. દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 1.10 ટકા છે જે છેલ્લા 38 દિવસથી 2 ટકા નીચે છે. વીકલી પોઝિટિવિટી રેટ 1.18 ટકા છે જે છેલ્લા 48 દિવસથી 2 ટકા કરતા નીચે છે.
57 લાખથી વધુ ડોઝ અપાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 57,54,817 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં થયેલા રસીકરણનો આંકડો 1,10,23,34,225 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે