ગુજરાતમાં ભણવાનું પુરૂ થાય એ પહેલાં જ નોકરી, 2 હજાર કંપનીઓ આપશે નોકરી

Employment: આ પ્લેસમેન્ટ કેમ્પ માં વિવિધ સેક્ટર જેવાકે, આઈટી, બેન્કિંગ, ફાઇનાન્સ, કેમિકલ, ફાર્મસી, ઇન્સ્યુરન્સ, મિકેનિકલ, મેન્યુફેક્ચરીંગ, સર્વિસ સેક્ટર વિગેરે જેવી કુલ ૧૯૪૧ કંપનીઓએ ૪૯૬૧૯ વેકેન્સી રજીસ્ટ્રેશન કરાવેલ છે.

ગુજરાતમાં ભણવાનું પુરૂ થાય એ પહેલાં જ નોકરી, 2 હજાર કંપનીઓ આપશે નોકરી

Job in Gujarat: ગુજરાતમાં ભણવાનું પુરું થાય એ પહેલાં જ નોકરી મળે રહે એ માટે પ્લેસમેન્ટ માટે હાથ ધરાયેલા આયોજનને પગલે અંતિમ વર્ષના 15 હજાર લોકોને નોકરી મળે એ માટે ભવ્ય આયોજન થયું છે. અહીંથી 15 હજાર છાત્રોને સીધી નોકરી મળી રહેશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કાર્ય બાદ તરત ૪ રોજગારી પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે.

વિદ્યાર્થીઓને તેઓના કૌશલ્ય અને લાયકાત અનુસાર રોજગારી પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ હેતુને સાર્થક કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી તેમજ અનુદાનિત કોલેજો ખાતે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોજગારીની તક વારંવાર ઉપલબ્ધ થાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં પ્રત્યેક જીલ્લા દીઠ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન પ્રતિ વર્ષ કરવામાં આવે છે.

આ રીતે કરાય છે રેકોર્ડ તૈયાર
આ કામગીરીના સફળતાપૂર્વક અમલીકરણ અને મોનીટરીંગ માટે કેસીજી ખાતે સેન્ટ્રલાઈઝ પ્લેસમેન્ટ સેલની રચના કરવામાં આવેલ છે. આ સેલ દ્વારા વિદ્યાર્થીઓના રસ, રૂચી, કલા, કૌશલ્યો અનુસાર તેમને જે તે ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા હોય તેવી કંપની સાથે ઈન્ટરવ્યુ કરાવીને સારામાં સારી રોજગારીની તકો સતત ઉભી કરવામાં આવે છે. આ માટે સમગ્ર વર્ષ દરમ્યાન રોજગારી આપતા પક્ષકારો સાથે સર્વે કરી રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે.

૮૪૪૮૨ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
પ્લેસમેન્ટ સેલ, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અગામી 20 ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૯ માર્ચ ૨૦૨૪ દરમિયાન કુલ ૨૮ સ્થળોએ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલ છે. આ પ્લેસમેન્ટ કેમ્પમાં રાજ્યની સરકારી, અનુદાનિત (હાયર તથા ટેકનિકલ) કોલેજો ના આશરે ૪૦૦ થી વધારે સંસ્થાઓમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ૮૪૪૮૨ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે.

15 હજાર છાત્રોને મળશે નોકરી
આ પ્લેસમેન્ટ કેમ્પ માં વિવિધ સેક્ટર જેવાકે, આઈટી, બેન્કિંગ, ફાઇનાન્સ, કેમિકલ, ફાર્મસી, ઇન્સ્યુરન્સ, મિકેનિકલ, મેન્યુફેક્ચરીંગ, સર્વિસ સેક્ટર વિગેરે જેવી કુલ ૧૯૪૧ કંપનીઓએ ૪૯૬૧૯ વેકેન્સી રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ પ્લેસમેન્ટ કેમ્પમાં સમગ્ર ગુજરાતની સરકારી તેમજ અનુદાનિત કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગુજરાત ના વિવિધ ૨૮ સ્થળોએ પ્લેસમેન્ટ કેમ્પમાં અંદાજીત ૧૫૦૦૦ વિદ્યાર્થીઓ ને રોજગારી મળી શકે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news