મહારાષ્ટ્રની બબાલમાં ગુજરાતની હાઈફાઈ હોટલો બુક! કેમ મુંબઈથી ભાજપના MLA આવી રહ્યા છે અમદાવાદ

અમદાવાદની કોઈ રિસોર્ટ અથવા ક્લબમાં મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યને તેમના રોકાણની વ્યવસ્થા કરાયું હોવાની માહિતી મળી હતી. જે કદાચ સાચી ઠરી રહી છે.  આ સમગ્ર જવાબદારી ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને સોંપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

મહારાષ્ટ્રની બબાલમાં ગુજરાતની હાઈફાઈ હોટલો બુક! કેમ મુંબઈથી ભાજપના MLA આવી રહ્યા છે અમદાવાદ

બ્રિજેશ દોશી/અમદાવાદ: મહારાષ્ટ્રના રાજકારણમાં આજે ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને સરકાર ઊથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાત લાવવા કવાયત હાથ ધરી છે. ઉદ્ધવ સરકાર પલટવાર કરી શકે છે, જેથી ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે ગુજરાતની વાટ પકડી છે. મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો માટે અમદાવાદમાં હોટલ બુક કરાઈ હોવાની માહિતી મળી રહી છે. SG હાઈ-વે અને બાવળા પાસેના રિસોર્ટમાં ભાજપે બુકિંગ કર્યું હોવાની માહિતી મળી છે, જ્યારે સુરત રોકાયેલા શિવસેનાના MLA અંગે સાંજ સુધીમાં કોઈ નિર્ણય કરાશે. 

અગાઉ માહિતી મળી હતી કે અમદાવાદની કોઈ રિસોર્ટ અથવા ક્લબમાં મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યને તેમના રોકાણની વ્યવસ્થા કરાયું હોવાની માહિતી મળી હતી. જે કદાચ સાચી ઠરી રહી છે.  આ સમગ્ર જવાબદારી ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને સોંપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય ભૂકંપ આવી ગયો છે અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના 35 ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઇ રહ્યો નથી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે, જેમણે કહ્યું કે ઉદ્ધવ ઠકારે સરકાર પર કોઇ સંકટ નથી. ત્યારે હવે મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના શિવસેનાથી નારાજ થયા બાદ રાજ્યની રાજકીય સ્થિતિ પરિસ્થિતિ બદલાઇ રહી છે. એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ગુજરાતની હોટલમાં રોકાયેલા છે. એકનાથ શિંદે સાથે 21 ધારાસભ્ય છે. આ ધારાસભ્યોએ શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ શરત મુકી છે. 

ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવી હોય તો શિવસેનાને તોડવા ઉપરાંત પોતાના 105 ધારાસભ્ય તૂટે નહીં એ ધ્યાન રાખવું જરૂરી  છે. આ કારણથી જ હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પરથી એસ જી હાઈવે અને બાવળા પાસેનું રીસોર્ટમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાંથી ભાજપના ધારાસભ્યોને લઈ આવ્યા પછી ક્યાં રાખવા એ માટે આજે સવારથી ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ વચ્ચે સતત વાતચીત ચાલી હતી. તેમાં અંતે અમદાવાદના એસજી હાઈવે અને બાવળા પાસેના એક રીસોર્ટ પર પસંદગી ઉતારવામાં આવી હોવાનું મનાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news