પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનના અક્સ્માત બાદ મદદ માટે પરિવારના વલખા
Trending Photos
રવિ અગ્રાવાલ/વડોદરા: વડોદરાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનનો અકસ્માત થતા તેમની હાલત ગંભીર છે. ત્યારે જેકોબ માર્ટિનને બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી કોઈ પણ આર્થિક મદદ ન મળતા તેમની પત્નીએ મીડિયા સમક્ષ આવી આપવીતી વર્ણવી હતી. તો બરોડા ક્રિકેટ એસોસિયેનના હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
વડોદરાના મોતીબાગ મેદાનમાં વડોદરાના મહારાજા અને પૂર્વ બીસીએ પ્રમુખ, બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને ક્રિકેટર જેકોબ માર્ટિનની પત્નીએ સંયુકત રીતે પત્રકાર પરિષદ સંબોધી હતી. પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનનો 28 ડિસેમ્બરે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેથી તેમને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જયા જેકોબ માર્ટિનને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
રાજકોટ: સ્વાઈન ફ્લૂથી 17 દિવસમાં 6 લોકોના મોત, 46 કેસ પોઝિટિવ
જેકોબ માર્ટિનનો હોસ્પિટલનો અંદાજિત ખર્ચ 13 લાખ જેટલો થયો છે જેમાંથી તેમની પત્નીએ હોસ્પિટલને 5 લાખ ચુકવી દીધા છે જયારે 5 લાખની મદદ કરવાની બાહેધરી બીસીએ દ્વારા આપી હતી. પરંતુ આજદિન સુધી કોઈ મદદ ન મળતા જેકોબ માર્ટિનની પત્ની મીડિયા સમક્ષ આવી બીસીએના હોદ્દેદારો પર પૂર્વ ક્રિકેટર અને હાલના સભ્યની કોઈ જ મદદ ન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તો હોસ્પિટલનું બીલ ન ચુકવાતા તબીબોએ દવાઓ પણ આપવાની બંધ કરવાની ચીમકી આપી હોવાનું કહ્યું હતું.
ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો સેતુ બનશે 'Vibrant Summit-19'
બીસીએના હોદ્દેદારોના અમાનવીય વર્તનના પગલે બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને બીસીએના પૂર્વ પ્રમુખે બીસીએના હોદ્દેદારો પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પૂર્વ ક્રિકેટરની સારવાર માટે નાણાં આપવાએ બીસીએની જવાબદારી છે. માત્ર 5 લાખ નહી પરંતુ સમગ્ર હોસ્પિટલનું બીલ બીસીએને આપવું જોઈએ. બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરીએ બીસીસીઆઈ પાસે જેકોબ માર્ટિનના પરિવારને મદદ માંગતા બીસીસીઆઈએ મદદની ખાતરી આપી છે.
સુરત RTO કચેરીમાં કૌભાંડ, ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ આપ્યા લાઇસન્સ
ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, જાહીર ખાન અને મુનાફ પટેલ પણ જેકોબ માર્ટિનની મદદ માટે સામે આવ્યા છે. પરંતુ બીસીએમાં બે જુથ વચ્ચેની લડાઈમાં વડોદરાને રણજી ટુર્નામેન્ટમાં ચેમ્પીયન બનાવનાર અને ભારતીય ટીમમાં ક્રિકેટ રમનાર પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન અને તેનો પરિવાર પીસાઈ રહ્યો છે તે ખુબ દુખની વાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે