વાવમાં વટનો સવાલ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખિયો જંગ; જાણો વિગતવાર
Vav By Election: આજે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ. મતદારો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટશે પોતાનો જનપ્રતિનિધિ.
Trending Photos
- બનાસકાંઠાઃ વાવ બેઠક પર પેટાચૂંટણી માટેનું મતદાન
- વાવ, સુઈગામ, ભાભરના 179 ગામોમાં ચાલી રહ્યું છે વોટિંગ
- ભાજપથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ વચ્ચે જંગ
- માવજી પટેલ અપક્ષ તરીકે મેદાને ઉતરતા જામ્યો છે જંગ
- વાવમાં કુલ 10 ઉમેદવારોના ભાવી આજે EVMમાં થશે સિલ
- વાવ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 3 લાખ 10 હજાર 681
Vav By Election: આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વાવ વિધાનસભા બેઠકના વાવ,સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર મતદાન થઈ રહ્યું છે. વાવ વિધાનસભાના 3,10,775 મતદારોમાં 1,61,293 પુરુષ મતદારો અને 1,49,387 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
બનાસકાંઠાઃ વાવ બેઠક પર મતદાનને ચાર કલાક પૂર્ણ....
સવારે 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન થયું....
સવારે 4 કલાકમાં વાવ બેઠક પર 25 ટકા મતદાન...
મતદાનને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ...
ચુસ્ત સુરક્ષા બંદોબસ્તઃ
મતદાન અંતર્ગત પ્રીસાઈડિંગ ઓફિસર 321,પોલિંગ ઓફિસર -1- 321,પોલિંગ ઓફિસર -2- 321 તેમજ મહિલા મતદાન અધિકારી -321 સહિત 1412 કર્મચારીઓ મતદાન કેન્દ્રો પર તૈનાત કરાયા છે. ચૂંટણી પ્રક્રિયાને લઇ કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ રહેશે ખડેપગે. 1 એસપી, 4 ડીવાયએસપી,8 પીઆઇ અને 30 પીએસઆઇ સહીત પોલીસ કર્મીઓ રહેશે ખડેપગે. 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્તનિ સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કરશે કાર્યરત. શાંતિ પૂર્ણ માહોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ઇલેક્શન વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
કયા ઉમેદવાર ક્યાં કરશે મતદાનઃ
શાંતિ પૂર્ણ માહોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ઇલેક્શન વિભાગ દ્વારા કરાઈ વ્યવસ્થા...ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બીયોક ખાતે કરશે મતદાન. સંસદ ગેનીબેન ઠાકોર પોતાના વતન અબાસણા ગામે કરશે મતદાન..કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ થરાદના મતદાર હોવાથી પોતાને નહિ આપી શકે મત..ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત,અપક્ષ માવજી પટેલ સહિત 10 જેટલા ઉમેદવારોના ભાવિ આજે EVM માં થશે કેદ..
મોદીસાહેબના હાથ મજબૂત કરીશુંઃ સ્વરૂપજી ઠાકોર
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન પહેલા ભગવાનના દર્શન કર્યા. સ્વરૂપજી ઠાકોરે લીધા માતા-પિતાના આશીર્વાદ. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી. મોટી લીડથી જીત થવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત. કહ્યું કે "અઢારે આલમના સહકારથી મોદી સાહેબના હાથ મજબૂત કરીશુ".
કોંગ્રેસ ઉમેદવારે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસઃ
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા. ગુલાબસિંહ રાજપુતે ધરણીધર ભગવાન અને ઢીમણનાગના દર્શન કર્યા. ગુલાબસિંહ રાજપુતે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી કરી અપીલ.ગુલાબસિંહ રાજપુતે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે